જમ્મુ -કાશ્મીર(Jammu-Kashmir): જમ્મુ -કાશ્મીરના પટનીટોપ વિસ્તારમાં મોટો અકસ્માત થયો છે. નાગ દેવતા મંદિરની ઉપર શિવગઢ(Shivgarh)ના જંગલમાં મંગળવારે સવારે હેલિકોપ્ટર ક્રેશ(Helicopter crash) થયાના સમાચાર છે. માહિતી મળતાની સાથે જ એમ્બ્યુલન્સ અને ફાયર સર્વિસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી
ક્રેશ થયેલ હેલિકોપ્ટર સેનાનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનાનું કારણ આ વિસ્તારમાં ભારે વરસાદ અને ધુમ્મસ હોવાનું કહેવાય છે. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઘટનામાં બે પાયલોટ ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ દરમિયાન, ઘટનાસ્થળે પહોંચેલી સેનાની ટીમ હેલિકોપ્ટરનો કાટમાળ એકત્ર કરવામાં વ્યસ્ત છે. તે હજુ સ્પષ્ટ નથી થયું કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે કે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું છે.
હેલિકોપ્ટર ક્રેશ થતાની સાથે જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેણે ઘાયલ પાયલોટ અને સહ-પાયલોટને હેલિકોપ્ટરમાંથી બહાર કાઢ્યા હતા. આ દરમિયાન સેનાની બચાવ ટુકડીઓ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બંને ઘાયલોને ઉધમપુર કમાન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ બંને પાયલોટે હોસ્પીટલમાં જ દમ તોડ્યો હતો.
નજીકના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો હજુ પણ સ્થળ પર હાજર છે. હેલિકોપ્ટર સુધી કોઈ પહોંચી ન શકે તે માટે પોલીસ અને અન્ય સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. દુર્ઘટનાનું કારણ જાણવા માટે એરફોર્સની ટીમ પણ મુલાકાત લઈ રહી છે.
મંગળવારે સવારે લગભગ 10.30 વાગ્યે શિવગઢ ધાર વિસ્તારમાં મોટો અવાજ સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. વિસ્તારમાં ધુમ્મસ અને વરસાદના કારણે લોકોએ એકબીજાને આ ધડાકા વિશે જાણવાનું શરૂ કર્યું. દરમિયાન, ગામના એક ભાગમાં હેલિકોપ્ટર પડવાના સમાચારથી બધા સ્તબ્ધ થઈ ગયા. જોતા જ ગામના યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચી ગયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.