BIG NEWS: જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા- પુંછમાં 4 આતંકવાદીઓને કર્યા ઠાર

Jammu Kashmir Encounter four terrorists killed: પૂંચના સિંધરા વિસ્તારમાં એક મોટા ઓપરેશનમાં સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશનમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન(Jammu Kashmir Encounter four terrorists killed ) ચાલી રહ્યું છે. મળતી માહિતી અનુસાર ,સુરક્ષા દળો વચ્ચે પ્રથમ અથડામણ સોમવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે થઈ હતી.

પ્રથમ અથડામણ પછી રાતે સર્વેલન્સ સાધનો સાથે ડ્રોન તૈનાત કરવામાં પણ આવ્યા હતા. ત્યારપછી, મંગળવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર સાથે એન્કાઉન્ટર ફરી શરૂ થયું. આ દરમિયાન ભારતીય જવાનોએ ચાર આતંકીઓને ઠાર કર્યા હતા.

આતંકીઓની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ (terrorists Encounter)

ભારતીય સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાના વિશેષ દળો, રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનો અન્ય દળોની સાથે ઓપરેશનનો ભાગ હતા. ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓ મોટાભાગે વિદેશી આતંકવાદીઓ હોવાની શક્યતા છે અને તેમની ઓળખની ખાતરી કરવામાં આવી રહી છે.

દક્ષિણ કાશ્મીરમાં રાજ્ય તપાસ એજન્સીના દરોડા

બીજી બાજુ, રાજ્ય તપાસ એજન્સી (SIA) બેંક ગાર્ડ અને લઘુમતી સમુદાયના સભ્યની હત્યાના સંબંધમાં દક્ષિણ કાશ્મીર (કૈમોહ કુલગામ, હેફ શોપિયાં અને અનંતનાગ) માં વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. રાજ્ય તપાસ એજન્સી (SIA) કાશ્મીર દક્ષિણ કાશ્મીરના ત્રણ જિલ્લામાં વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે, એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે, SIAના જવાનો, પોલીસ અને અર્ધલશ્કરી દળ CRPF સાથે મળીને શોપિયાં, કુલગામ અને દક્ષિણ કાશ્મીરના મુખ્ય શહેર અનંતનાગ સહિત ત્રણ જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી રહ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં અચન પુલવામામાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા સંજય શર્મા (બેંક એટીએમ ગાર્ડ)ની હત્યાની તપાસના સંદર્ભમાં શોધ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *