જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર સુરક્ષાદળોને નિશાન બનાવ્યા છે. આજ રોજ શુક્રવારે સવારે શ્રીનગરની હદમાં નૌગામ બાયપાસ પર પોલીસ પાર્ટી પર હુમલો થયો હતો. આતંકીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા છે. ક્યાં આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો અને તેઓ કયા સંગઠન સાથે સંકળાયેલા છે તે અંગેની માહિતી હજુ સુધી જાણી શકાયું નથી.
આ આતંકી હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા હતા. જયારે 3 પોલીસ જવાન ઘાયલ છે. હુમલો શ્રીનગર શહેરની હદમાં થયો હતો. ગુરુવારે શરૂઆતમાં, સુરક્ષા દળોએ પુલવામાના અવંતિપોરામાં આતંકવાદીઓના ત્રણ ઠેકાણાઓ તોડી પાડ્યા હતા. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં આતંકીઓ દ્વારા પોલીસ પાર્ટી અને સેનાના કાફલા પર હુમલાઓ વધી ગયા છે. માત્ર બે દિવસ પહેલા જ બારામુલ્લાના સોપોરમાં સેનાની ટુકડીએ હુમલો કર્યો હતો, જેમાં એક સૈનિક ઘાયલ થયો હતો.
#Terrorists fired #indiscriminately upon police party near #Nowgam Bypass. 03 police personnel injured. They were shifted to hospital for treatment where 02 among them attained #martyrdom. Area cordoned off. Further details shall follow. @JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) August 14, 2020
આતંકીઓ દ્વારા આર્મી-સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓ તરફથી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું, જેના પછી સુરક્ષા દળોએ પણ જવાબ આપ્યો હતો. આ સમય દરમિયાન આતંકીઓ ભાગવામાં સફળ રહ્યા હતા.
#UPDATE Two Police personnel lost their lives and one injured in the firing by terrorists in Nowgam. Area cordoned off. More details awaited. (visuals deferred by unspecified time). #JammuAndKashmir https://t.co/8oecUfOKqv pic.twitter.com/l9xEG35vUS
— ANI (@ANI) August 14, 2020
આતંકવાદીઓ ખીણમાં સતત ખતમ થઈ રહ્યા છે
સુરક્ષા દળો દ્વારા આતંકીઓની સતત શોધ કરવામાં આવી રહી છે. તાજેતરમાં, પુલવામા જિલ્લાના સફરજનના બાગમાં સુરક્ષા દળોની છુપાયેલા આતંકીઓનું એન્કાઉન્ટર થયું હતું. જેમાં આઝાદ અહમદ લોન આતંકી માર્યો ગયો હતો, જોકે, આ દરમ્યાન એક સૈનિક પણ શહીદ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP