લગ્ન કરી ઘરે પરત ફરતી જાનૈયાની કારના કુરચે-કુરચા નીકળી ગયા, લગ્નના દિવસે જ વરરાજાનું દર્દનાક મોત

અકસ્માતો (Accident)ની સંખ્યા દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વધુ એક હચમચાવી દેતી ઘટના બાડમેર (Barmer) જિલ્લામાંથી સામે આવી છે. જેમાં વરરાજાની કારને અકસ્માત નડતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

વરરાજેશ કુમાર બાડમેર જિલ્લાના આલમસર ગામનો રહેવાસી હતો. જેના પુત્રનું નામ ગોપરામ હતું. ગોપરામનો સંબંધ બાડમેર શહેરના મેગવાલોના ટાંકામાં રહેતા પરિવારની યુવતી સાથે કરવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, દીકરીના પિતાનું નામ ગણેશ પુનાદ હતું. ત્યારે ગોપરામની જાન ગણેશભાઈના ઘરે જઈ રહી હતી. પરિવારના લોકો વરાજાને લઈને ધૂમધામથી જાન કાઢીને દીકરીના ઘરે પહોંચ્યા હતા અને લગ્નમાં ધૂમધામથી પરિવારના લોકોએ લગ્ન કર્યા હતા.

ત્યારે લગ્ન પત્યા બાદ જાનૈયાઓ જાન લઈને પરત આલમસર ગામમાં પરત આવી રહ્યા હતા. આ દરમિયાન વરરાજા અને તેમના મિત્રો તેમજ વરાજાને સ્કોપિયો કારમાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારે વરરાજાની કાર બાડમેર જિલ્લાના મુખ્યાલયથી 20-22 કિમી જ દૂર લીંબડી ગામ પાસે પહોંચી હતી અને 20 કિલોમીટર દૂર આવેલા રસ્તા પર પહોંચતા સમયે એક કૂતરો રસ્તા પર આવી કારની સામે આવી ગયો હતો. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો ભયંકર હતો કે, કાર ત્રણ થી ચાર વાર પલટી મારીને ખાડામાં જતી રહી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે વરરાજાના નાના ચેતન રામ અને તેમનો મિત્ર જોગેન્દ્ર દાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. તેમજ ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *