પાકિસ્તાન: પાકિસ્તાનમાં ગણેશ મંદિરમાં થયેલા હુમલાના સમાચાર હજુ પૂણ જ થયા છે. ત્યાં તો મંદિરમાં જન્માષ્ટમીના દિવસે ફરી હુમલાની ઘટના ઘટી છે. સિંધના સંઘર જિલ્લામાં આવેલા ખિપ્રોમાં આવેલ મંદિરમાં થયેલા આ હુમલામાં ભગવાન કૃષ્ણની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે. ટૂંક સમયમાં પાકિસ્તાનમાં આ પ્રકારનો આવો જ આ બીજો બનાવ છે. જેના પગલે લઘુમતી સમુદાયમાં ભય જોવા મળ્યો છે. આ અંગેના કેટલાક ફોટોઝ અને વીડિયોઝ પાકિસ્તાનમાં સમાજ સેવક રાહત ઓસ્ટિને ટ્વિટ કર્યા હતા.
મળતી માહિતી અનુસાર, દાવો કરવામાં આવી રહ્યો છે કે, જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવામાં આવતા કેટલાક કટ્ટરપંથીઓ ગુસ્સે ભરાયા હતા. ત્યારબાદ તેઓએ ભગવાનનું અપમાન કરવાના ઇરાદે હિંદુ મંદિરમાં હોબાળો કર્યો હતો. આ ઘટનાના કારણે અહીંની સ્થિતિ ખરાબ થઇ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ત્યાં પહોંચી હતી પરંતુ તેણે ફક્ત લોકોના ટોળાને જ ત્યાંથી છુટું પાડ્યું હતુ. પોલીસે આ મામલે હજુ કોઇની ધરપકડ કરી નથી. મહત્ત્વનું છે કે, મંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ પાસેથી જરૂરી મંજૂરીઓ પણ મેળવી હતી.
નોંધનીય છે કે, પાકિસ્તાનમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એક ગણેશ મંદિરમાં તોડફોડ કરીને ભગવાનની મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી. મંદિરના કેટલાક ભાગોમાં ઉશ્કેરાયેલા ટોળાએ આગ લગાવી હતી અને પ્રતિમાઓને ખંડિત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.