સુરતની મુકબધિર દીકરીએ CM ભુપેન્દ્ર પટેલનું આબેહૂબ ચિત્ર પ્રતિમા દોરીને રૂબરૂમાં કર્યું અર્પણ 

Janvi Heerpara made a sketch of CM Bhupendra Patel in Surat: હાલમાં રાજ્યના CM ભુપેન્દ્ર પટેલના લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં અવાર-નવાર…

Janvi Heerpara made a sketch of CM Bhupendra Patel in Surat: હાલમાં રાજ્યના CM ભુપેન્દ્ર પટેલના લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં અવાર-નવાર બાળકો કંઈક નવું કરી બતાવવાની આવડત ધરાવતા હોય છે. ત્યારે હાલમાં પણ સુરતમાંથી આવા જ એક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક મુકબધિર દીકરીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું આબેહૂબ ચિત્ર પ્રતિમા દોરીને તેમને રૂબરૂમાં અર્પણ કર્યું છે.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ કંથારેશ્વર સોસાયટીમાં રહેતા જગદીશભાઈ હિરપરા ગામ ઇંગોરાળા જિલ્લો અમરોલી પરિવારમાં 14 વર્ષ પહેલા લક્ષ્મી રૂપે એક દીકરીનો જન્મ થયો હતો. જન્મતાની સાથે જ દીકરીને બોલવા અને સાંભળવાની શક્તિ ન હોવાને જાણ થતા જ પરિવાર પર આભ તુટી પડ્યું હતું.

આવી પરિસ્થિતિમાં પણ દીકરીના માતાની હિંમતથી પોતાની દીકરીને પોતાને મળેલી શક્તિથી પોતાનું જીવન આગળ વધારવા માટે તો વધારી રહ્યો હતું. દીકરી જાનવી હિરપરા નાનપણથી જ ચિત્ર દોર્યા કરતી અને તેની રુચિ જોઈને તેના માતા પિતાનો સાથ સહકાર મળતા આ દીકરી ખુબ જ સારા અને આબેહૂબ ચિત્ર દોરવા લાગી હતી.

જાનવીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું આબેહૂબ ચિત્ર પ્રતિમા દોરીને તેમને રૂબરૂમાં અર્પણ કર્યું છે. તેમજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ સાથે પણ મુલાકાત લીધી છે આ બંને મંત્રીઓએ પણ જાણવીને પ્રોત્સાહિત કરી ખૂબ બિરદાવી હતી.

જાનવી હિરપરા કતારગામ ખાતે આવેલી ગજેરા વિદ્યાભવનમાં ધોરણ 9 માં અભ્યાસ કરી રહી છે. જનવીએ આ પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પટેલનું પણ આબેહૂબ ચિત્ર બનાવી તેમને અર્પણ કર્યું હતું તે સમયે સી આર પાટીલે પણ જાણવીને ખૂબ પ્રોત્સાહિત કરી હતી.

તેમજ સુરત પોલીસ કમિશનર અજય તોમર અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને હજારોના દીકરીઓના પાલક પિતા મહેશ સવાણી નું પણ ચિત્ર બનાવીને લગ્ન ઉત્સવ ચુંદડી મહિયરની પ્રસંગે તેમને અર્પણ કર્યું હતું. જાનવી અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ ચિત્રો બનાવ્યા છે, અને હવે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચિત્ર બનાવવા જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *