સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો ફેલાવો કરનાર ચીનની વિરુધ્દ અનેક દેશ લડવા માટે તૈયાર થઈ ગયાં છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. દક્ષિણ ચીન મહાસાગરમાં ચીનની સતત વધતી જતી દાદાગીરીનો અંત લાવવા માટે અમેરિકા તથા જાપાન દ્વારા એક નવી રણનીતિ બનાવવામાં આવી છે.
સમુદ્રમાં ચીનને હાર આપવા માટે અમેરિકા તથા જાપાન દ્વારા બ્રિટન, ફ્રાંસ, જર્મની તથા ઈટાલી જેવા શક્તિશાળી દેશોને દક્ષિણ ચીન સાગરમાં આમંત્રીત કરવામાં આવ્યા છે. જયારે બીજી તરફ ચીન પણ પોતાની સેનાનું અતિ ઝડપથી આધુનિકીકરણ કરી રહ્યું છે. જેના દ્વારા પોતાની સમુદ્રી તથા ક્ષેત્રીય મહાત્વાકાંક્ષાને પુર્ણ કરવા માટે મથી રહ્યાં છે.
બ્રિટન, ફ્રાંસ અને જર્મની મોકલી રહ્યાં છે યુદ્ધજહાજ :
વર્ષ 2021માં યૂરોપના દેશો પોતાની રણનીતિમાં ઈન્ડો પેસિફિક ક્ષેત્રને પ્રાથમિકતા આપી રહ્યાં છે. આની માટે આવનાર સમયમાં બ્રિટનનું યુદ્ધ જહાજ ક્વીન એલિઝાબેથ તેમજ તેના સ્ટ્રાઈક ગ્રુપને પૂર્વી એશિયામાં તૈનાત કરવામાં આવશે. જ્યારે ફ્રાંસ પોતાનું નેવી યુદ્ધ જહાજ જાપાન મોકલવા માટે જઈ રહ્યું છે, જ્યારે જર્મની એક ફ્રિગેડ રવાના કરવામાં આવશે.
ચીન વિરુદ્ધ લડવા માટે અમેરિકા તથા જાપાન યૂરોપિય દેશોને પણ પોતાની સાથે જોડવા માંગે છે. જાપાનના રક્ષા મંત્રી નોબુઓ કિશીએ 15 ડિસેમ્બરનાં રોજ પોતાના જર્મન સમકક્ષ એનેગ્રેટ ક્રેમ્પ-કર્રેનબોયર સાથે થયેલ ઓનલાઈન મીટીંગમાં જણાવ્યું હતું કે, જાપાનમાં યૂરોપની સાથે રક્ષા સહયોગ હજુ પણ વધારો કરવાની ક્ષમતા રહેલી છે.
જવાબમાં ક્રેમ્પ-કર્રેનબોયર જણાવતાં કહે છે કે, ઈન્ડો-પેસિફિકમાં જે ઘટાડો થઈ રહ્યો છે તેનાથી જર્મની તથા યૂરોપ પર વિપરીત અસર થઈ શકે છે. ઈન્ડો-પેસિફિકમાં નિકાસ આધારીત જળપરિવહનની સુરક્ષામાં મદદ કરવા માંગીએ છીએ.
ચીન વિરૂદ્ધ યુદ્ધ કરવા માટે કેમ રાજી થયું બ્રિટન?
બ્રિટન તથા ચીન વચ્ચે હોંગકોંગને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ચીને જુલાઈ મહિનામાં હોંગકોંગ પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને થોપી બેસાડવામાં આવ્યો હતો. ત્યારપછી ચીનનો વિરોધ કરનાર અથવા તો લોકતંત્રની માંગણી કરનાર નેતાઓ તેમજ કાર્યકર્તાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતાં.
હોંગકોંગ એકસમયે બ્રિટનનો ઉપનિવેશક હતું. જેને લીધે બ્રિટન દ્વારા કેટલીક શરતોને આધિન ચીનને સોંપવામાં આવ્યું હતું પણ હવે ચીને નિયમોના ધજાગરા ઉડાડીને શરતોને પણ હવામાં ફંગોળી દઈને હોંગકોંગમાં પોતાની મનમાની શરૂઆત કરી દીધી છે ત્યારે બ્રિટને ચીનની વિરૂદ્ધ સ્ટ્રાઈક ગ્રુપ ક્વીન એલિઝાબેથને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle