અકસ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં રાજસ્થાન (Rajasthan)ના અલવર (Alwar)માંથી વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જેમાં સ્કૂલ બસ અને કારની ટક્કરમાં 22 વર્ષીય સેનાના જવાન અને તેની 21 વર્ષીય પત્નીનું દુ:ખદ મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેની લાશો બોનેટ કાપીને બહાર કાઢવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, દંપતીના ફેબ્રુઆરીમાં જ લગ્ન થયા હતા. જવાન માતા-પિતાનો એકનો એક દીકરો હતો. ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો માથે આભ તૂટી પડ્યું હતું.
દંપતી શોપિંગ કરવા જતું હતું:
મળતી માહિતી અનુસાર, 22 વર્ષીય આર્મીનો જવાન અજય યાદવ અને તેની 21 વર્ષીય પત્ની સોનમ નાનકવાસ ગામના રહેવાસી હતા. તેઓ પોતાની એસયુવી લઈને બહરોડ સીએસડી કેન્ટીનમાં શોપિંગ કરવા જઈ રહ્યા હતા, ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી સ્કૂલ બસે ટક્કર મારી હતી. બસ દીવાલ તોડીને પાસેના એક મકાનમાં ઘુસી ગઈ હતી.
અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. તેમજ આ અકસ્માત બાદ પતિ-પત્ની કારમાં ફસાઈ ગયા હતા. બંનેના સ્થાનિક લોકોએ રોડથી બોનેટ તોડીને બહાર કાઢયા હતા. બાદમાં બંનેને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખવ કરવામાં આવ્યા હતા, જ્યાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
સ્કૂલ બસ 20 બાળકો હતા, ડ્રાઈવર ફરાર થઈ ગયો:
જાણવા મળ્યું છે કે, એસયુવી સામે જે સ્કૂલ બસ ટકરાઈ હતી તેમાં 20 બાળકો સવાર હતા. અકસ્માત બાદ ડ્રાઈવર મુરારી યાવદ બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. જોકે અકસ્માતમાં બાળકો કે ડ્રાઈવરને કંઈ ઈજા પહોંચી નહોતી. સ્કૂલ છૂટ્યા બાદ ડ્રાઈવર બાળકોને ગંડાલા ગામ મૂકવા જતો હતો.
જવાન લગ્ન બાદ બીજી વખત રજા પર આવ્યો હતો:
2019માં અજય યાદવે આર્મી જોઈન કરી હતી. ત્યારે તે હાલ જમ્મુ-કાશ્મીરમાં 21 કુમાઉ યુનિટમાં ફરજ બજાવતો હતો. ગઈ 25 ફેબ્રુઆરીએ માજારા ગામની સોનમ સાથે તેના લગ્ન થયા હતા. અજય તેના માતા-પિતાનો એકને એક પુત્ર હતો. તેમજ અજય લગ્ન બાદ બીજી વખત જ રજા પર આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, અજયના પિતા પવન કુમાર પણ આ જ યુનિટમાં સુબેદારના પદ પર તૈનાત હતા. જ્યારે સોનમના પિતા બીએસએફમાં ઈન્સ્પેક્ટરના પદ પર તૈનાત છે. ઘટનાને પગલે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.