ધમાકેદાર 31st માટે સુરતીઓ રહેજો તૈયાર, પૂર્વા મંત્રી સુરતમાં કરશે ધમાકેદાર પરફોર્મન્સ

PURVA Mantri

સુરત ભારતનું એક એવું શહેર છે જ્યાં દેશના તમામ રાજ્યના લોકો વસે છે. 2024 નું વર્ષ જોતાજોતામાં પુર્ણાહુતી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે વર્ષનો અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બર ની ઉજવણી કરવા અને નવા વર્ષની વધામણી કરવા જે બી આર એન્ટરટેનમેન્ટ (JBR Entertainment), બોલીવુડના ખ્યાતનામ સિંગર પૂર્વા મંત્રી (Purva Mantri in Surat) અને તેમની ટીમ સુરતના આંગણે સ્ટેરી નાઈટનું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યું છે.

સુરત એરપોર્ટ ની સામે આવેલા વાય પી ડી એસી ડોમ ખાતે 31 ડિસેમ્બરના રોજ ભવ્ય ડેકોરેશન, ઇન્ટરનેશનલ કક્ષાના સાઉન્ડ સિસ્ટમ, લાઈટ અને ઇન્ડોર ફાયર શો સાથે નવા વર્ષને વધાવવા સુરતીજનો ઉમટી પડશે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઇવેન્ટ સ્થળની વાત કરતા આયોજક ટીમના જેનીલ ગોયાણી એ જણાવ્યું હતું કે, 72,000 સ્ક્વેર ફૂટ થી વધુ ના એરિયામાં 15,000 થી વધુ ની કેપેસિટી ધરાવતા આ હોલમાં 2500 થી વધુ ફોરવીલર 3000થી વધુ ટુવ્હીલર બાઇક પાર્કિંગ ક્ષમતા ધરાવે છે. 100% ટકા ફાયર સેફ્ટી, ઇમર્જન્સી સર્વિસ, બાઉન્સર સિક્યુરિટી સાથે સાથે પોલીસ ટીમ અને મેડિકલ ટીમ સાથેના આ ઇવેન્ટમાં સુરતીઓ 100% ટકા સુરક્ષિત વાતાવરણ અનુભવશે.

આયોજક ટીમએ જણાવ્યું હતું કે, બોલીવુડ કલાકાર પૂર્વા મંત્રીની વાત કરીએ તો બોલીવુડની અનેક ફિલ્મોમાં સિંગર તરીકે પોતાની કલાકારી પ્રદર્શિત કરી છે. સુરતમાં સૌપ્રથમવાર કોઈ બોલીવુડ સિંગર દ્વારા નવા વર્ષની ઉજવણી કરવા માટે હાજરીથી સુરતીઓમાં ઉત્સાહ છે. અમે આપ સૌને પરિવાર સાથે વર્ષના અંતિમ દિવસને ઉજવવા અને નવા વર્ષના આવકારવા અમારી સાથે જોડાવા આમંત્રિત કરીએ છીએ. ઇવેન્ટ માટેના પાસ બુક માય શો (Book My Show) અને ActoPass પરથી ઓનલાઇન મેળવી શકાશે.

બોલીવુડ કલાકાર પૂર્વા મંત્રીએ પોતે સુરતમાં પ્રથમ વખત 31 ડિસેમ્બર ની ઇવેન્ટમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે ત્યારે ઉત્સાહિત અવાજમાં પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી અને સુરતીઓ ઉત્સવ પ્રિય અને સંગીત પ્રિય છે તે બાબત તેઓને પસંદ છે એ વાત કરતા સુરતીઓને પોતાની આ ઇવેન્ટમાં ભાગ લેવા આમંત્રિત કર્યા હતા.