આ દિગ્ગજ અંબાણી-અદાણીને પાછળ છોડી બન્યાં વિશ્વના નંબર વન ધનકુબેર

Mukesh Ambani News: વિશ્વમાં અબજોપતિઓની સંખ્યામાં બદલાવ આવ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ટોચના 3 સ્થાનો પરના અમીરો(Mukesh Ambani News) વચ્ચે કઠિન સ્પર્ધા છે. ગઈકાલ સુધી, એલોન મસ્કને સૌથી ધનિક વ્યક્તિનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આજે આ તાજ જેફ બેઝોસને ગયો. અમીરોની યાદીમાં નંબર વન બનવા માટે મસ્ક, બેઝોસ અને બર્નાર્ડ વચ્ચે રેસ ચાલી રહી છે.

નેટવર્થમાં મોટો ઉછાળો
ગુરુવારે જેફ બેઝોસની કુલ સંપત્તિમાં $3.13 બિલિયનનો વધારો થયો છે. જે બાદ તેમની સંપત્તિ વધીને 209 અબજ ડોલર થઈ ગઈ. જેના કારણે તે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા. આ સિવાય ઈલોન મસ્કની સંપત્તિમાં 2.35 અબજ ડોલરનો ઘટાડો થયો છે. જે બાદ તેમની પાસેથી નંબર વનનું સ્થાન છીનવાઈ ગયું અને તેમની કુલ સંપત્તિ 206 બિલિયન ડોલર થઈ ગઈ.

આર્નોલ્ટ $200 બિલિયન ક્લબમાંથી બહાર
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, બર્નાર્ડ આર્નોલ્ટ $200 બિલિયનની નેટવર્થ સાથે ક્લબમાંથી બહાર થઈ ગયા છે. હવે તેમની સંપત્તિ 199 અબજ ડોલર થઈ ગઈ છે. આટલી સંપત્તિ સાથે તે ત્રીજા સ્થાને છે. આ યાદીમાં માર્ક ઝકરબર્ગ ચોથા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 178 અબજ ડોલર છે. ઝકરબર્ગ આ વર્ષની શરૂઆતથી સૌથી વધુ કમાણી કરનારા લોકોની યાદીમાં બીજા સ્થાને છે. લેરી પેજ 157 અબજ ડોલરની સંપત્તિ સાથે અમીરોની યાદીમાં પાંચમા સ્થાને છે.

જેન્સન હુઆંગ હવે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 13માં સ્થાને
જેન્સન હુઆંગની નેટવર્થ 111 બિલિયન ડોલર છે, જે મુકેશ અંબાણીની નેટવર્થ બરાબર છે. જેન્સન હુઆંગ હવે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 13માં સ્થાને છે, જ્યારે મુકેશ અંબાણી તેમનાથી આગળ છે અને ગૌતમ અદાણી તેમનાથી એક સ્થાન પાછળ છે.

આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર Nvidia બોસ જેન્સન હુઆંગે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, વિશ્વભરના ધનિકોની લિસ્ટમાં 11.1 હજાર કરોડ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના 13મા સૌથી ધનિક વ્યક્તિ છે. આ સિવાય, 2021 થી, તેઓ સતત વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની ટાઈમ લિસ્ટમાં સામેલ છે.