જેની પાસે સ્માર્ટફોન નથી તેમના માટે ગુગલ JIOમાં કરશે 4.5 બિલીયન ડોલરનું રોકાણ, 5G લાવશે મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી તેમની 43 મી વાર્ષિક સામાન્ય સભામાં જણાવ્યું કે, ગૂગલ અને જિઓ એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટે ભાગીદારી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ગૂગલ કંપનીમાં 33 હજાર 737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. Jio-Google ભાગીદારી ભારતને 2 જી-મુકત બનાવવા માટે કટિબદ્ધ બનશે.

અમે ભાગીદારી અને રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ ગૂગલ જિઓ પ્લેટફોર્મમાં 7.7 ટકા હિસ્સો માટે 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ” તેમણે જણાવ્યું હતું કે કંપનીએ સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક, કેકેઆર અને ટીપીજી સહિતના પ્રગતીશીલ ટેક અને નાણાકીય રોકાણકારો પાસેથી રોકાણ આકર્ષ્યું છે, જેમનો શ્રેષ્ઠ તકનીકી અને વિકાસના સાહસોમાં સફળતાપૂર્વક રોકાણ કરવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે.

આ મુદ્દે ગુગલના સીઈઓ સુંદર પિચાઇએ કહ્યું કે, દરેકને ઇન્ટરનેટની સુવિધા હોવી જોઈએ. ગૂગલ ફોર ઈન્ડિયા ડિજિટાઇઝેશન ફંડના પ્રથમ 4.5 બીલીયન ડોલરના પ્રથમ રોકાણ સાથે સ્માર્ટફોન ન ધરાવતા કરોડો લોકોની પહોંચ વધારવા માટે રિલાયન્સ જિયો સાથે ભાગીદારી કરવા ગર્વ અનુભ્વીએ છીએ.

રિલાયન્સની મીટીંગમાં આજે નવા ઇનોવેશન જિયો ગ્લાસનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આને ફોન સાથે કનેક્ટક કરી ઇન્ટરનેટથી જોડી શકાય છે. આ એક ચશ્મા છે. રિલાયન્સના આ પ્રોડક્ટમાં ઓડિયો, 2ડી અને 3ડી વીડિયો ચેટિંગની સુવિધા મળશે. સાથે જ રિલાયન્સે એવો દાવો પણ કર્યો છે કે જિયો મીટ ભારતની સૌથી સુરક્ષિત વર્ચુઅલ મીટિંગ એપ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *