અભિનેતા જોની લિવરને તો કોણ ન ઓળખતું હોય! નાના- નાના છોકરા પણ એમને ઓળખે છે ત્યારે આપને જણાવી દઈએ કે, તેઓ એક પ્રખ્યાત કોમેડિયન છે. આની સાથે જ તેઓ તેમની કોમિક ટાઇમિંગ માટે તેઓ ખુબ પ્રખ્યાત છે. તેમની દીકરી જેમી લિવર પણ એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે તેમજ તેની કોમેડી પણ તેના પિતાની જેમ ખૂબ મજબૂત છે.
જેમી લિવરની પાસે મિમિક્રી તથા ડાન્સ જેવી કેટલીક મનોરંજક પ્રતિભાઓ છે તેમજ સમય આવ્યે તે આ પ્રતિભા પણ બતાવતી હોય છે. જેમી લીવરે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કેટલાંક ડાન્સ વીડિયો પણ શેર કર્યા છે તથા તે વીડિયોને તેના પ્રશંસકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
જેમી લિવરે થોડા સમય અગાઉ જ ‘મુકાબલા’ ગીત ઉપર અદ્ભુત નૃત્ય કર્યું હતું કે, જેને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. જેમી લિવરના આ ડાન્સ વીડિયોમાં તેની સાથે કોરિયોગ્રાફર રાજેશ જેઠવા પણ ડાન્સ કરી રહ્યા છે. એટલા માટે તો આ વીડિયોને અત્યાર સુધીમાં 15 લાખથી પણ વધારે વાર જોવામાં આવ્યો છે.
ચાહકો આ વીડિયો પર ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે. આની સાથે જ એક પ્રશંસકે તો કોમેન્ટ કરી છે કે, ‘તે આલિયા, અનન્યા તેમજ અન્ય સ્ટાર બાળકો કરતા 100 ગણી વધુ સારી છે.’
જેમી લિવરે પહેલાં તેના પિતા જોની લિવરની સાથે કોમેડી વીડિયો બનાવ્યો હતો. જેમી લીવરે તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2012માં સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે કરી હતી. તેણે ‘કિસ કિસ કો પ્યાર કરૂ’ તથા ‘હાઉસફુલ 4’માં બોલિવૂડમાં કામ કર્યું છે. જેમી લિવર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle