આ કોઈ જમવા બેસેલાની લાઈન નથી- ચાણોદની ધર્મશાળામાં જુગાર રમતા પકડાયેલા જુગારીઓની ફોજ છે

શ્રાવણ મહિનાનો પ્રારંભ થતા જ જુગારીયાઓ ગેલમાં આવી ગયા છે. જુગાર રમવાની આદત ધરાવતા લોકો હવે પોલીસથી બચવા માટે નવી નવી જગ્યાઓ શોધી રહ્યા છે.…

શ્રાવણ મહિનાનો પ્રારંભ થતા જ જુગારીયાઓ ગેલમાં આવી ગયા છે. જુગાર રમવાની આદત ધરાવતા લોકો હવે પોલીસથી બચવા માટે નવી નવી જગ્યાઓ શોધી રહ્યા છે. જેમાં ગુજરાતમાં ક્યારેય ન બની હોય તેવી ઘટના વડોદરાના યાત્રાધામ ચાણોદમાં સામે આવી છે. જેમાં પોલીસને એક જ જ્ઞાતિના 43 જેટલા જુગારીઓને ઝડપી પાડયા હતા. જ્યારે ગાડી, રીક્ષા, એકટીવા મળી 470000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ જુગારના દરોડામાં ચોંકાવનારી બાબત એ હતી કે તમામ જુગારીયા એક જ જ્ઞાતિના હતા. ચાણોદના ખારવા જ્ઞાતિની વાડીમાં જુગાર રમતા હતા. ચાણોદ પોલીસ મથકના પી.એસ.આઇ ને બાતમી મળી હતી કે ચાણોદમાં કપિલેશ્વર વિસ્તારમાં આવેલી ખારવા સમાજની વાડીમાં કેટલાક લોકો ભેગા થઇને જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં ધાર્મિક અને અંત્યેષ્ટિ વિધિ માટે વાપરવામાં આવતી સમાજની વાડીમાં ખારવા સમાજના જ ૪૩ વ્યક્તિઓ પાના પત્તાનો હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા.

અત્યાર સુધીમાં કદાચ પ્રથમ વાએ સમાજના લોકોના અંતિમ વિધિ અને ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાતી સમાજની વાડી ને સંચાલકે જુગારધામ ચલાવવા માટે સોંપી હતી. જે મામલે પોલીસે સંચાલકને વોન્ટેડ જાહેર કરી એક કાર, રીક્ષા અને એક્ટીવા વગેરે રોકડ રકમ મળી 470000 નો મુદ્દમાલ કબજે કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *