પદ્મ પુરસ્કારથી સન્માનિત ફક્ત 4 ચોપડી ભણેલાં દાદુદાન ગઢવીનાં શબ્દોની ગુંજ ગુજરાતના ચારેયખૂણે પ્રસરી રહી છે…

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021 ના પદ્મ એવોર્ડથી જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ તથા સવાયા ગુજરાતી ફાધર વાલેસ સહિત કુલ…

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021 ના પદ્મ એવોર્ડથી જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ તથા સવાયા ગુજરાતી ફાધર વાલેસ સહિત કુલ 5 ગુજરાતી હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું છે.

કેશુભાઇ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ જ્યારે મહેશ નરેશ કનોડિયા બેલડીને મરણોપરાંત, દાદુદાન ગઢવી, ડૉ. ચંદ્રકાંત મહેતા તથા ફાધર વાલેસને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.  આવો જાણીએ ગુજરાત સાહિત્ય જગતમાં કવિ દાદ એટલે કે, દાદુદાન ગઢવીની આગવી વિશેષતા.

ફક્ત 4 ચોપડી ભણ્યા છે દાદુદાન ગઢવી :
દાદુદાન ગઢવી કવિ દાદના હુલામણા નામથી ખુબ જાણીતાં બન્યાં છે. જુનાગઢના આ કવિ દાદ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. મૂળ ઈશ્વરીયા ગીરના તથા વર્ષોથી જુનાગઢમાં નિવાસ કરતાં 82 વર્ષીય કવિ દાદનું નામ સાહિત્ય માટેના પદ્મશ્રીમાં જાહેર કરવામાં આવ્યું છે.

આવા સમયે કવિ દાદને પદ્મશ્રી એવોર્ડ મળતાં ગુજરાત તથા ચારણ સમાજનાં ગૌરવમાં વધારો થયો છે. દાદુદાન પ્રતાપદાન ગઢવી કવિ દાદના ઉપનામથી ખુબ પ્રખ્યાત બન્યાં છે. ફક્ત 4 ચોપડી ભણ્યાં હોવા છતાં પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં કવિ દાદનું મોટું યોગદાન રહેલું છે.

ટેરવા નામનો ગ્રંથ 8 ભાગમાં પ્રકાશિત થયો :
કવિ દાદ કવિ હોવાંની સાથે ઉમદા લેખક, ગાયક તથા વક્તા પણ રહેલાં છે. ‘ટેરવાં’ નામનો તેમનો ગ્રંથ કુલ 8 ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. જે તેમની ગુજરાત સાહિત્ય જગતમાં ખુબ લોકપ્રિયતા બતાવે છે. સૌરાષ્ટ્ર યુનિ. માં ગુજરાતી સાહિત્યમાં તેમના ઉપર PHD પણ થઈ ચૂકી છે.

ગુજરાતી સાહિત્યમાં 60 વર્ષની કારકીર્દીની સાથે કુલ 15 જેટલી સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મોના ગીતો તેમણે લખ્યાં છે. કવિ દાદ પહેલાં ગુજરાત ગૌરવ તથા ઝવેરચંદ મેઘાણી એવોર્ડથી પણ સન્માનિત થઈ ચૂક્યા છે. કન્યા વિદાયનું સુપ્રસિદ્ધ ગીત ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગયો…’ કવિ દાદની ખુબ જાણીતી રચના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *