જમીન મકાનની લે વેચમાં પણ સરકારી કર્મચારીઓને લાંચ પડાવતા હોય છે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. વલસાડના ધરમપુર તાલુકાનાં તુમ્બી ગામે જમીનની ખરીદ કરવા ફરિયાદીએ 73AA પ્રકારની 23 એકર જમીન કુલ અલગ અલગ 9 સર્વે નંબરોવાળી માટે લખાણ કર્યું હતું. આ જમીન વેચાણ પરવાનગી માટે ખેડુતો દ્વારા અલગ-અલગ 9 અરજીઓ જીલ્લા પંચાયત કચેરી વલસાડમાં કરવામાં આવી હતી. દરેક અરજી માટે ક્લાર્કે 20 હજાર રૂપિયા લાંચ નક્કી કકરી હતી. પરંતુ ફરિયાદી રૂપિયા આપવા માંગતા નહોતા. જેથી તેણે ACB નો સંપર્ક કર્યો હતો.
1.40 લાખની લાંચ મંગાયેલી
વલસાડ ખાતે આવેલા દમણગંગા ભવન, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જુનિયર કલાર્ક અશોકભાઈ ગાંડાલાલ ચાવડા (ઉ.વ.આ. 52) રહે. સ્નેહ રમણપાર્ક, મકાન નં.૧૯/૨, ગોકુલધામ સોસાયટીની પાછળ, ધરમપુર રોડ, વલસાડ. મુળ રહે. મ.નં. ૧૫/૩૦૪, વંદેમાતરમ પાર્ક-૨, સેકટર-૨૯, ગાંધીનગર પાસે 7 સર્વે નંબરોની ફાઈલો NOC મેળવવા જિલ્લા પંચાયત કચેરી દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં આવી હતી. આ કામ અશોકભાઈ દ્વારા પુરૂ કરી આપવામાં આવેલ હતુ. પરંતુ 2 ફાઈલો હજુ બાકી હોય, જેથી એક ફાઈલના 20 હજાર લેખે 7 ફાઈલના 1.40 લાખ લાંચ પેટે માંગવામાં હતા.
ACBએ છટકું ગોઠવ્યું
ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતાં નહોતા. જેથી તેમણે નવસારી ACBનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. આ ફરીયાદના આધારે લાંચનુ છટકુ ગોઠવતા આરોપીએ લાંચની રકમ 1.40 લાખ કચેરીની બિલ્ડીંગ નીચે લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews