સુહાગરાત પહેલા જ દુલ્હન બેડરૂમ માંથી ભાગી અને ટેરેસ પરથી કુદી… -પોલીસે કર્યો ઘટનાનો સૌથી મોટો ઘટસ્ફોટ

Published on: 1:48 pm, Sun, 1 August 21

મધ્યપ્રદેશ (MP)ના ભિંડ શહેરમાં લગ્નના નામે છેતરપિંડીની એક ઘટના સામે આવી છે. અહીંના ગોરમી વિસ્તારમાં રહેતા છોકરાએ બે લોકોને લગ્ન માટે કન્યા શોધવાનું કહ્યું હતું. કન્યા ગોતવા માટે 90 હજાર પણ આપવામાં આવ્યા હતા પરંતુ કન્યા લગ્નની રાત્રે જ ભાગી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, સોનુ જૈનને લગ્ન માટે કન્યા નહોતી મળી રહી. તેણે તેનો ઉલ્લેખ ગ્વાલિયરમાં રહેતા તેના પરિચિત ઉદલ ખાટીકને કર્યો. ઉદાલે કહ્યું, ‘હું તારા લગ્ન કરાવી દઈશ પણ આ માટે 1 લાખ રૂપિયા આપવા પડશે.’ બાદમાં 90 હજાર રૂપિયામાં મામલો થાળે પડ્યો હતો અને તે એક મહિલા સાથે ગોરમી આવ્યો હતો.

જીતેન્દ્ર રત્નાકર નામનો વ્યક્તિ પણ તેમની સાથે હતો. આ પછી સોનુ જૈનના પરિવારના તમામ સભ્યોની હાજરીમાં તે મહિલા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી સોનુના પરિવારે કન્યાને આશીર્વાદ આપ્યા અને પછી બધા સુવા ચાલ્યા ગયા હતા. તે જ સમયે દુલ્હન સાથે આવેલા જીતેન્દ્ર રત્નાકર અને અરુણ ખાટીક પણ એક રૂમમાં સુવા ગયા.

આ દરમિયાન કન્યાએ અસ્વસ્થ હોવાનો ઢોંગ કર્યો હતો અને થોડા સમય બાદ તેમણે ધાબા પર જવા માટેનું કહેવામાં આવ્યું. ત્યાર બાદ પરિવારના એક સભ્યએ ધાબા પર જઈને જોયું પણ ત્યાં કન્યા નહોતી. તે ત્યાંથી કુદીને ભાગી ગઈ હતી.

ત્યારબાદ કન્યાની શોધખોળ શરૂ કરવામાં આવી અને પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન કન્યા મળી ગઈ હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસે 5 લોકો સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે, જેમાંથી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.