કળયુગમાં પણ પરચા- વસ્તડી ગામે આવેલ માં મેલડીના મંદિરમાં ફોટા મુકવાથી પૂરી થાય છે દરેક મનોકામના

કળયુગમાં માતાજી (Mataji)ના પરચાઓ અપરંપાર હોય છે. હાલ અમે તમને એવા જ માતાજીના મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો વસ્તડી(Vastadi) ગામે આવેલા મેલડી…

કળયુગમાં માતાજી (Mataji)ના પરચાઓ અપરંપાર હોય છે. હાલ અમે તમને એવા જ માતાજીના મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો વસ્તડી(Vastadi) ગામે આવેલા મેલડી માંના મંદિર વિષે જાણીએ. આ વસ્તડી ગામ સુરેન્દ્રનગર(Surendranagar) જીલ્લાના ચુડા(Chuda) તાલુકામાં આવેલું છે. આ ગામમાં મેલડી માતાજીનું મંદિર છે.

મળતી માહિતી અનુસાર, વસ્તડી ગામમાં આવેલ ભોગાવાની સામે આ મંદિર આવેલું છે. જેના કારણે આ માતાજીને સામા કાઠા વાળા મેલડી માં તરીકે પણ ઓળખવામાં આવે છે. અહી દરરોજ કેટલાય ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. તેમાં પણ ખાસ કરીને રવિવારે તથા મંગળવારના રોજ દુર દુરથી દર્શન કરવા આવતા હોય છે. માં મેલડી દર્શનાર્થે આવેલા દરેક ભક્તોના દુ:ખ દુર કરે છે.

આ મંદિરમાં લોકો અલગ અલગ માનતા રાખે છે. જેમ કે, ની:સંતાન, લગ્ન ન થવા, નોકરી ન મળવી વગેરે… જેથી લોકોના કાર્યો થતા માનતા પૂરી કરવા પણ ઘણા લોકો અહી આવતા હોય છે. આ મંદિરમાં સામાન્ય રીતે લોકો ફોટો મુકવાની માનતા રાખતા હોય છે. જે ફોટા ત્યાં મંદિર પાસે જ ઝાડ પર લગાવવામાં આવેલા છે. આ મંદિરમાં મેલડી માં ના પરચાઓ અપરંપાર છે. અહીં લાખો ભક્તોના દુ:ખ દર્શન માત્રથી પણ દુર થતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *