કલ્કી 2898 એડી પર પૈસાનો વરસાદ યથાવત; 7 દિવસમાં અધધ આટલાં કરોડની કરી જંગી કમાણી

Kalki 2898 AD Collection Day 7: ફિલ્મ ‘કલ્કી 2898 એડી’નું કલેક્શન નવી ઊંચાઈએ પહોંચી ગયું છે. આ ફિલ્મે ગ્લોબલ બોક્સ ઓફિસ પરથી લગભગ 700 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મના નિર્માતા વૈજયંતિ મૂવીઝે તેના કલેક્શનની(Kalki 2898 AD Collection Day 7) અપડેટ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

ફિલ્મના દીપિકા પાદુકોણના યાદગાર દ્રશ્યની ઝલક બતાવતા તેણે લખ્યું, ‘સપનાઓની રેસ ચાલુ રહે છે.’ ‘કલ્કી 2898 એડી’ 27 જૂને રિલીઝ થઈ હતી. ફિલ્મે પ્રથમ સપ્તાહમાં ઘરેલુ બોક્સ ઓફિસ પરથી લગભગ 393.4 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

એક રિપોર્ટ અનુસાર ભારતમાં ફિલ્મનું ગ્રોસ કલેક્શન 441.5 કરોડ રૂપિયા છે. આ ફિલ્મે વિદેશી બોક્સ ઓફિસ પરથી 168.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે ફિલ્મનું 7 દિવસનું કલેક્શન લગભગ 610 કરોડ રૂપિયા છે.

‘કલ્કી 2898 એડી’ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે
. અન્ય એક યુઝરે કમેન્ટ કરી, ‘આખરે બજેટ જેટલું કલેક્ટ કર્યું છે. ચાલો જોઈએ કે ફિલ્મ કેટલો નફો કરે છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં ભારતીય સિનેમાના દિગ્ગજ કલાકારો અમિતાભ બચ્ચન, કમલ હાસન, પ્રભાસ અને દીપિકા પાદુકોણે મહત્વની ભૂમિકાઓ ભજવી છે. બીજા અઠવાડિયે પણ ફિલ્મનું જોરદાર કલેક્શન થવાની આશા છે.

‘કલ્કી 2898 એડી’ને વિદેશી ફિલ્મોના કઠિન પડકારનો સામનો કરવો પડી રહ્યો છે,
અમેરિકામાં ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ની કમાણી વધી શકે છે, જો કે તે હોલીવુડની ફિલ્મોથી સખત સ્પર્ધાનો સામનો કરી રહી છે. ‘ઈનસાઈડ આઉટ’ બોક્સ ઓફિસ પર વર્ચસ્વ જાળવી રહ્યું છે, જેને આ સપ્તાહના અંતે ‘ડેસ્પિકેબલ મી 4’ તરફથી સખત પડકારનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય ‘એ ક્વાયટ પ્લેસ’ની પ્રિક્વલ પણ સારું પ્રદર્શન કરી શકે છે, જેને સારા રિવ્યુ મળ્યા છે.