છેલ્લી ઘડીએ MPમાં કમલનાથ કરશે ‘કમાલ’, ભાજપને હટાવવા ઘડ્યો આ માસ્ટરસ્ટ્રોક પ્લાન – જાણો વિગતે

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. મધ્યપ્રદેશમાં ખુરશી માટે ઘમાસાણ જંગ લડાઈ રહી છે. કોંગ્રેસની સરકાર ગમે ત્યારે ધરાસાયી થાય તેવી પરિસ્થિતિઓ ઉભી થઈ છે. એક બાજૂ કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે, ત્યાં બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે, હજૂ મુખ્યમંત્રી કમલનાથનો માસ્ટરસ્ટ્રોક બાકી છે. જો કે, કોંગ્રેસ પાર્ટીએ હજૂ એ નથી બતાવ્યું કે, આખરે એવો ક્યો માસ્ટરસ્ટ્રોક છે, કે જેને લઈ તેઓ ફરી એક વાર સત્તામાં બન્યા રહેશે. જોકે, આ તમામની વચ્ચે ભાજપ પણ સફાળુ જાગ્યુ છે.

ચિંતાની વાત નથી, અમારી પાસે બહુમત છે: કમલનાથ

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભાજપાનો ઈરાદો જોકે, કમલનાથ સરકારને પાડવાનો ઘણાં સમયથી હતો. પણ આખરે હવે ભાજપા કોંગ્રેસને તોડવામાં સફળ થઈ ચૂકી છે. તેની વચ્ચે વચ્ચે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે બહુમતના દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ચિંતાની વાત નથી, અમારી પાસે બહુમત છે. તેમણે કહ્યું કે ધારાસભ્યોને કેદ કરવામાં આવ્યા છે. ત્યારે વળી બીજી તરફ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરુણ યાદવે બેઠકમાં કહ્યું કે કોંગ્રેસની સરકારને કોઈ ખતરો નથી.

શોભા ઓઝા

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ કોંગ્રેસ પાર્ટીના સંપર્કમાં

મંગળવારે ધારાસભ્ય દળની બેઠક બાદ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું હતું કે ચિંતાની કોઇ વાત નથી, અમારી પાસે સંખ્યા બળ છે, સરકાર 5 વર્ષ ચાલશે. હવે મધ્ય પ્રદેશ કોંગ્રેસ મીડિયા વિભાગની પ્રમુખ શોભા ઓઝાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી મધ્ય પ્રદેશ વિધાનસભામાં બહુમત સાબિત કરશે. બેંગલુરૂમાં કોંગ્રેસના જે 19 ધારાસભ્ય રાખવામાં આવ્યા છે, તેમને ભ્રમમાં રાખવામાં આવ્યા હતા. તે બધા અમારી સાથે છે. શોભા ઓઝાએ દાવો કર્યો કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ કોંગ્રેસ પાર્ટીના સંપર્કમાં છે

મંગળવારે સાંજે બેઠક કરી તેમાં 26 ધારાસભ્યો ગેરહાજર

જણાવી દઈએ કે, મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર મંડરાયેલા સંકટની વચ્ચે કોંગ્રેસ ધારાસભ્યોએ મુખ્યમંત્રી આવાસ પર મંગળવારે સાંજે બેઠક કરી, જેમાં કોંગ્રેસના માત્ર 88 ધારાસભ્યો જ પહોંચ્યા. જ્યારે 26 ધારાસભ્યો ગેરહાજર રહ્યા, જેમાંથી 22 ધારાસભ્યોએ રાજીનામુ આપી દીધું છે. એટલે કે કોંગ્રેસના અન્ય ચાર ધારાસભ્યો મીટિંગમાં ગાયબ રહ્યા.

કોંગ્રેસના નેતા પીસી શર્મા

હજૂ કમલનાથનો માસ્ટરસ્ટ્રોક બાકી: કોંગ્રેસના નેતા પીસી શર્મા

મીડયા સાથેની વાતચિતમાં મધ્ય પ્રદેશ કોંગ્રેસના નેતા પીસી શર્માને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો, તેમણે નંબરગેમથી હિસાબે કઈ રીતે સરકાર બની રહેશે, તો તેમણે કહ્યું કે, હજૂ કમલનાથનો માસ્ટરસ્ટ્રોક બાકી છે. નિશ્ચિતપણે એક નવી જ વાત સામે આવશે. થોડી કલાકોમાં જ કમલનાથનો માસ્ટરસ્ટ્રોક ખબર પડી જશે. જો કે, તેમણે એ નથી જણાવ્યું કે, આટલા રાજીનામા છતાં પણ કોંગ્રેસ કઈ રીતે સરકાર બચાવવામાં સફળ રહેશે.

શું હશે માસ્ટરસ્ટ્રોક

તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સાથે જોડાયેલા નેતાઓનું કહેવું છે કે, રાજીનામા આપેલા ધારાસભ્યોને મંત્રીપદ આપીને તેમને સરકારમાં સમાવી લેવામાં આવે.એવુ માનવામાં આવી રહ્યું છે કે, નારાજ ધારાસભ્યો સાથે કમલનાથના નજીક નેતાઓ સંપર્કમાં છે અને અંદરખાને ડીલનું પ્લાનિંગ થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *