સુરતથી કામરેજ જવાનું હોય તો આ સમાચાર ખાસ વાંચી લેજો

સુરત આવવા કે જવા કામરેજ તરફ જવાનું હોય તો આ સમાચાર ખાસ વાંચજો

સુરત: સુરત શહેરમાં મેટ્રો ટ્રેનની (Surat Metro Work) કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેના કારણે શહેરના કેટલાક રસ્તાઓને ડાયવર્ઝન આપવા આવ્યું છે તો કેટલાક રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે. શહેરને જોડતો માર્ગ એટલે કે કામરેજ સીમાડા નાકા વાળો માર્ગનો વાહન વ્યવહાર હાલ બંધ કરવામાં આવ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્માપોરેશન લિમીટેડ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના કારણે શ્યામધામ મંદિરથી લઇ કલાકુંજ સુધીનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

સુરતથી કામરેજ માર્ગ બંધ 

ગુજરાત મેટ્રો રેલ કોર્માપોરેશન લિમીટેડ દ્વારા  ડી માર્ટની સામે જ મેટ્રોની કામગીરી શરુ કરવાની હોવાના કારણે કામરેજ સીમાડા ઓવરબ્રિજ તથા સરથાણા ઓવરબ્રીજની નીચેથી શ્યામધામ મંદિર તરફ જતા માર્ગ પર તમામ પ્રકારના  વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.  ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમીટેડ કામગીરી કરવાનું હોય સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડી લોકોને સૂચિત કરવામાં આવ્યા છે.

22થી 31 મે સુધી જાહેરજનતા માટે માર્ગ બંધ 

ટ્રાફિક શાખાએ જાહેરનામાંનો સ્વીકાર કરતા આ અંગે પાલન કરવાનું હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. તમને જણાવી દઈએ કે સીમાડા શ્યામધામ મંદિરથી સરથાણા ઓવરબ્રીજ ડી માર્ટ સુધીનો માર્ગ 22/05/2024 ની રાત્રે 23 કલાકથી લઇ 31/05/2024ના સવારે 5 કલાક સુધી જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે.

ડાયવર્ઝન આપવમાં આવ્યું છે

જો તમારે ડી માર્ટ કે શ્યાધામ મંદિર પહોંચવું હોય તો તમારે બીજો રૂટ લેવો પડશે. તમે સુરત શહેરથી ગોપીન ગામ અબ્રામા તથા શ્યામમંદિર જતો તમામ વાહન વ્યવહાર સીમાડા ઓવરબ્રિજથી નીચેથી સીધા સરથાણા જકાતાકા જઈ ડાબી બાજુ વળી તમે પહોંચી શકો છો.