વિડીયો: માલગાડી અને એક્સપ્રેસ ટ્રેનની ટક્કર: ડબ્બા હવામાં લટક્યા, 7 મોત, આંકડો હજુ વધશે

West Bengal train accident

West Bengal train accident: પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં કંચનજંગા એક્સપ્રેસ (Kanchanjungha Express) ટ્રેનને માલગાડીએ ટક્કર મારી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કેટલાક મુસાફરોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.જો કે આ ઘટના બાદ ડિઝાસ્ટર ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ ધરી છે.

અનેક લોકોના મોત થયા હોવાની આશંકા West Bengal train accident

પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું. અહીં પાટા પર ઉભી રહેલી કંચનગંગા એક્સપ્રેસ (Kanchanjungha Express accident) ટ્રેનને પાછળથી પુરપાટ ગતિએ આવી રહેલી માલગાડીએ જોરદાર ટક્કર મારી હતી, આ અકસ્માતમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે NJP થી સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ સિલિગુડી ક્રોસ કર્યા બાદ રંગપાનીર સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દુઃખ વ્યક્ત કર્યું

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે NFR વિસ્તારમાં દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો છે. બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. રેલ્વે, NDRF અને SDRF ગાઢ સંકલનમાં કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

સીએમ મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું

આ ઘટના પર સીએમ મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું છે. મમતાએ લખ્યું છે કે દાર્જિલિંગ જિલ્લાના ફણસીદેવા વિસ્તારમાં એક દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે જાણીને તે આઘાતમાં છે. જોકે વિગતોની રાહ જોવાઈ રહી છે, કંચનજંગા એક્સપ્રેસ માલસામાન ટ્રેન સાથે અથડાઈ હોવાના અહેવાલ છે. બચાવ અને તબીબી સહાય માટે ડીએમ, એસપી, ડોકટરો, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.

હેલ્પ ડેસ્ક નંબર જાહેર કરવામાં આવ્યો: 033-23508794, 033-23833326
GHY સ્ટેશન: 03612731621,03612731622 , 03612731623