બોલીવુડ ફિલ્મ જગતમાં અનેકવિધ અભિનેતાઓ તથા અભિનેત્રીઓએ પોતાની એક્ટિંગને લીધે ખુબ પ્રખ્યાત બન્યાં છે ત્યારે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂર ખાનને લઈ એક જાણકારી સામે આવી છે. આ અભિનેત્રીએ પોતાની શાનદાર ફિલ્મોથી દર્શકોના દિલમાં એક આગવી ઓળખ બનાવી લીધી છે.
આપને જણાવી દઈએ કે, કરીના કપૂર જેટલી પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે તેટલી જ તે પર્સનલ લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે. એક સમય હતો કે, જ્યારે એણે કોંગ્રેસના લીડર રાહુલ ગાંધીની સાથે ડેટ ઉપર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તો આવો જાણીએ સમગ્ર મામલો શું હતો..
થોડા સમય અગાઉ કરીના કપૂર એક શોમાં જોવા મળી હતી. આ શો અભિનેત્રી સિમી અગ્રવાલનો હતો. આ શોમાં જ્યારે સિમીએ કરીના કપૂરને પૂછવામાં આવ્યું કે, તે કોની સાથે ડેટ કરવા માંગે છે ? તો કરીના કપૂરે તરત જણાવ્યું હતું કે, મને ખ્યાલ નથી કે, તેને આ વાત કરવી જોઈએ કે ન કરવી જોઈએ પણ મને કોઈ વાતનો ફર્ક નથી પડતો કે, તેના નિવેદનથી કંઈ પણ વિવાદ ભલે થઈ જાય.
કરીના કપૂરે બિન્દાસ રીતે કહી દીધું હતું કે, તે રાહુલ ગાંધીને સારી રીતે જાણવા માંગે છે. આની સાથે જ અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તે એક ફિલ્મી પરિવારમાંથી આવે છે તથા રાહુલ એક રાજનીતિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે. એવા સમયમાં બંનેની વચ્ચે થતી વાતો ખુબ જ મજેદાર હશે.
જો કે, કરીના કપૂર ખાન આ નિવેદન ઉપર ચોક્કસ રહી ન હતી. વર્ષ 2009માં જ્યારે કરીનાને રાહુલ ગાંધીની સાથે ડેટ કરવાની વાત અંગે પૂછવામાં આવ્યું ત્યારે તે પોતાની વાત પરથી ફરી ગઈ હતી. કરીના કપૂરે જવાબ આપતા જણાવ્યું હતું કે, તે વાત ખુબ જ જુની છે.
આ વાત તેણે એટલા માટે કહી હતી કે, કારણ કે બંનેની સરનેમ ખુબ જ પોપ્યુલર છે પણ હા જો રાહુલ ગાંધીને ક્યારેક મળવાની તક મળશે તો જરૂરથી મળીશ. કરીના કપૂરે એમ પણ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના રૂપમાં રાહુલ ગાંધીને જોવા માંગે છે.
અહીં નોંધનીય છે કે, હવે કરીના અભિનેતા સૈફ અલી ખાનની સાથે લગ્ન કરી ચૂકી છે. બીજી તરફ તે બીજી વખત માં બનવા માટે જઈ રહી છે. કરીના પોતાની પ્રેગ્નેંસી પીરિયડ એન્જોય કરતી નજરે આવી રહી છે. જયારે કામની વાત કરીએ તો અભિનેત્રી જલદીથી અભિનેતા આમિર ખાનની સાથે ફિલ્મ લાલસિંહ ચઢ્ઢામાં જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle