કૌભાંડી કરુણેશ રાણપરિયા હવે તડીપાર નહિ થાય?

સુરતમાં ચકચારી હિતેશ ગોયાણી પર જીવલેણ હુમલો કરી ફરાર થઈ જનાર અને લાખો રૂપિયાના ઉઘરાણા થી “કૌભાંડી કરુણેશ” તરીકે પ્રખ્યાત થયેલા તેજસના પ્રમુખ કરુણેશ રાણપરીયા (Karunesh Ranpariya) ભાજપમાં સામેલ થઈ ગયેલ છે.

ઉલ્લેખનીય છે કે હાફ મર્ડર નો આરોપી કરુણેશ રાણપરીયા (Karunesh Ranpariya joined bjp) જેલ ગયા બાદ પણ સુધર્યો નહોતો અને જેલ બહાર આવીને પણ લોકોને ડરાવતો ધમકાવતો હોવાનો આક્ષેપ થયો હતો. જેના કારણે તેને તડીપાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તડીપાર કરવામાં આવે તે પહેલાં જ તે ભાજપ નો કેસ પહેરીને ભાજપનો સભ્ય બની ગયો છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં સુરતવાસીઓ રમૂજ કરી રહ્યા છે કે હવે કરુણેશ રાણપરીયા તડીપાર નહીં થાય. ભાજપના વોશિંગ મશીનમાં ધોવાયને તે ભવિષ્યમાં આ ગુનામાંથી નિર્દોષ પણ છૂટી જાય તો નવાઈ નહીં.

આજરોજ સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મંત્રી મુકેલ પટેલની હાજરીમાં કરુણેશ રાણપરીયા (Karunesh Ranpariya) એ ભાજપનો ખેસ પહેર્યો હોવાની જાહેરાત ખુદ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કરી છે. સી આર પાટીલે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે , “ટેકસટાઈલ એમ્બ્રોડરી જોબવર્ક અસોસીએશન
ઓફ સુરત (TEJAS) ના ચેરમેન અને મારૂતી વીર જવાન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કરૂણેશભાઇ આર રાણપરિયાને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *