દિવાળી નજીક આવતાની સાથે જ વ્રત તેમજ તહેવારોની શ્ર્યાઉં થઈ જતી હોય છે. આજે એટલે કે, 4 નવેમ્બરનાં રોજ કરવાચોથનું વ્રત. આસો માસના વદ પક્ષની ચોથના દિવસે સ્ત્રીઓ પોતાના જીવનસાથીના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય તેમજ સૌભાગ્ય માટે નિર્જળા વ્રત રાખે છે તેમજ સાંજે ચંદ્ર દર્શન તથા પૂજન બાદ જ જળ ગ્રહણ કરે છે. આજે કરવા ચોથનો ખુબ જ પવિત્ર તહેવાર છે.
આ વખતે સૌભાગ્ય પર્વ પર બુધવારની સાથે જ ચોથના સંયોગમાં થતી ગણેશ પૂજાનું ફળ વધી જશે. આ વખતે કરવા ચોથનું વ્રત મૃગશિરા નક્ષત્રમાં કરવામાં આવી રહ્યું છે. આ નક્ષત્રનો સ્વામી મંગળ હોવાને કારણે આ વ્રત સમૃદ્ધિ વધારશે. આ દિવસે સૂર્યોદય તેમજ ચંદ્રોદય ચોથ તિથિમાં થશે.
આ દિવસે ચંદ્રની સાથે જ ગણેશજી, શિવ-પાર્વતીની પણ વિશેષ પૂજા કરવી જોઇએ. ગણેશજીને દૂર્વા, જનોઈ સહિત બીજી પૂજન સામગ્રી અર્પણ કરીને ભોગ ધરાવવો જોઈએ. દીવો પ્રગટાવીને આરતી કરવી જોઈએ. ગણેશજીના મંત્ર ‘ૐ ગં ગણપતયૈ નમઃ ‘ મંત્રનો જાપ કરવો જોઈએ. આની સાથે જ શિવ-પાર્વતીની પૂજામાં ‘ૐ ઉમામહેશ્વરાય નમઃ ‘ મંત્રનો જાપ કરવો જોઇએ. આ મંત્રનો જાપ કરવાંથી શિવ-પાર્વતીનું ધ્યાન થઇ જાય છે.
કરવા ચોથના દિવસે જ્યારે ચંદ્ર તેમજ પતિની પૂજા કરવામાં આવશે ત્યારે ગોચર કુંડળીમાં બૃહસ્પતિ લગ્નજીવનના ભાવમાં પોતાની જ રાશિ સાથે રહેશે. આ સ્થિતિ સૌભાગ્યમાં વધારો કરશે. જેને લીધે આ પર્વ વધુ શુભ બની જશે.
આ વર્ષે કરવા ચોથના દિવસે 4 રાજયોગ સહિત શુભ યોગ બની રહ્યા છે. આની પહેલાં કરવા ચોથના દિવસે આટલાં શુભ યોગ છેલ્લાં 100 વર્ષમાં બન્યાં નથી. 4 નવેમ્બર, બુધવારે કરવા ચોથ એટલે કે, સૌભાગ્ય પર્વમાં શિવ, અમૃત તથા સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યાં છે. ત્યાં જ શંખ, ગજકેસરી, હંસ અને દીર્ઘાયુ નામના રાજયોગ પણ બની રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle