Kashi Mrityu Mystery: સ્મશાન એટલે જીવનનો અંતિમ પડાવ અને અંતિમ સંસ્કાર. તે જ જીવનનું છેલ્લું સત્ય છે. પણ જરા વિચારો… .જો કોઈ એક સ્મશાનગૃહમાં (Kashi Mrityu Mystery) એક બાજુ ચિતા સળગતી હોય અને સ્મશાનમાં નૃત્ય શરુ કરે અને એ પણ મોટા અવાજ સાથે, તો તમે તેને શું કહેશો? મૌન, ઉદાસીનતા, હતાશાઅને વચ્ચેવચ્ચે ચિતામાં બળતી લાકડીઓના ચટકવાનો અવાજ. દરેક સ્મશાનનું વાતાવરણ ગમગીન હોય છે.
આજે આપણે એક એવા સ્મશાન ગૃહ વિષે વાત કરવા જી રહ્યા છીએ, જ્યાં એક બાજુ ચિતા સળગતી હોયછે અને બીજી બાજુ નૃત્ય્સમાંરોહ ચાલતો હોય છે. જી હા આને આપણે કાશી નગરીની વાત કરવા જી રહ્યા છીએ. કહેવાય છે કે, કાશીમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને સીધી મુક્તિ મળે છે. વિશ્વનો એકમાત્ર સ્મશાનઘાટ જ્યાં કયારેય ચિતાની અગ્નિ ઠરતી નથી. અહીં 24 કલાક લાશો બળતી રહે છે. પરંતુ જ્યારે સળગતી ચિતાઓની નજીક જયારે નૃત્ય સમારોહ યોજાય છે ત્યારે ….!!! શોકમગ્ન વાતાવરમાં જોરથી વાગતા સંગીત ઉપર છોકરીઓ નૃત્ય કરે છે. જ્યારે મૃત્યુના મૌન વચ્ચે મનોરંજક નૃત્ય પરિવારજનો માટે આઘાતજનક બની રહે છે.
કાશીના સ્મશાનમાં ખુબ જ ખાસ હોય છે આ રાત
મણિકર્ણીક ના સ્મશાન ઘાટ માં સળગતી ચિતાઓની પાસે સેક્સ વર્કરો નાચે છે આખી રાત,જાણો એવું તો શું હશે કારણ… – જાણવા જેવુંપરંતુ કાશીના આ સ્મશાન માટે એક રાત ખૂબ જ ખાસ છે. એક એવી રાત કે જે સ્મશાન માટે આનંદની રાત છે. કારણ કે આ સ્મશાનગૃહમાં આ રાત વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. અને તેથી જ આ રાત વર્ષની બાકીની 364 રાતોથી સંપૂર્ણ અનોખી બની જાય છે. આ સ્મશાન માટે આ ઉત્સવની રાત છે. આ એક રાત્રે આ સ્મશાનગૃહમાં એક બાજુ અંતિમ સંસ્કાર થાય છે તો બીજી બાજુ જોરશોરથી વાગતા મ્યુઝીક વચ્ચે સંગીત સંધ્યા પણ યોજાય છે.
મૃત્યુને મહેફિલ તરીકે ઉજવવામાં આવે છે
વર્ષમાં એકવાર, કાશીના મણિકર્ણિકા ઘાટ, ચિતા અને મહેફિલ બંનેનો સાક્ષી બને છે. એ જ મણિકર્ણિકા ઘાટ જે સદીઓથી મૃત્યુ અને મોક્ષનું સાક્ષી છે. ચૈત્ર નવરાત્રીની અષ્ટમીને દિવસે આ સ્મશાન ઘાટ ઉપર ઉજવાય છે આ ઉત્સવ. ઘાટને શણગારવામાં આવે છે. એક એવી મહેફિલનું આયોજન થાય છે જે આનંદ કરતા આશ્ચર્યજનક અને દુ:ખદ વધુ હોય છે.
આ મહેફિલની સત્યતા શું છે
હકીકતમાં સ્મશાન ઘટમાં ચિતાની નજીક નૃત્ય કરતી છોકરીઓ બીજું કોઈ નહિ પરંતુ સેક્સ વર્કર્સ હોય છે. એટલે કે પહેલા જેને નગરવધુ તરીકે અને પછી તાવાયાફના નામે ઓળખવામાં આવતી હતી. અને આજે સેક્સ વર્કર્સ. પરંતુ તેમને ન તો બળજબરીથી અહીં લાવવામાં આવ્યા છે ન તો પૈસાના જોરે બોલાવવામાં આવે છે. કાશીના મણિકર્ણિકા ઘાટ પર, મૃત્યુ પછી, મૃતકોને અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવે છે, જ્યારે તે જ સમયે, તમામ નગરવધુઓ જીવતેજીવ મોક્ષ પામવાની આશાએ અહીં આવે છે અને નૃત્ય કરે છે. અને આવતા જન્મમાં આ દુ:ખ અને તકલીફ ભર્યા જીવનમાંથી મુક્તિ માંગે છે. તેઓને ખાતરી છે કે જો તેઓ એક રાત આ રીતે નૃત્ય કરે છે, તો પછીના જન્મમાં તેમને આવા કલંક ભર્યું જીવન સહન કરવું નહી પડે.તેના માટે, તે તેને મુક્તિ મેળવવાનો સમય છે. આ તક વર્ષમાં એકવાર ચૈત્ર નવરાત્રીના આઠમના દિવસે આવે છે. અને આ દિવસે, શહેરની તમામ નગરવધુઓ સ્મશાનની બાજુમાં શિવ મંદિરમાં એકઠા થાય છે અને પછી ભગવાનની સામે નૃત્ય કરે છે. અહીં આવતા તમામ નાગ્ર્વાધુઓ પોતાને ખૂબ જ ભાગ્યશાળી મને છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App