The Kashmir Files માટે રાષ્ટ્રવાદીઓનો પ્રેમ ચરમસીમાએ- હીરા કારખાનેદાર પોતાના કારીગરોને ફ્રીમાં બતાવશે ફિલ્મ

Kashmir Files ફિલ્મમાં ૧૯૯૦ના કાશ્મીરમાં થયેલા હિન્દુઓના નરસંહારને વિવેક અગ્નિહોત્રીએ લોકોના હૃદય ધ્રૂજાવી દે તેવી રીતે દર્શાવ્યો છે,ફિલ્મમાં કાશ્મીર હિન્દુઓના દર્દને ઊંડાણપૂર્વક અને ખૂબ જ…

Kashmir Files ફિલ્મમાં ૧૯૯૦ના કાશ્મીરમાં થયેલા હિન્દુઓના નરસંહારને વિવેક અગ્નિહોત્રીએ લોકોના હૃદય ધ્રૂજાવી દે તેવી રીતે દર્શાવ્યો છે,ફિલ્મમાં કાશ્મીર હિન્દુઓના દર્દને ઊંડાણપૂર્વક અને ખૂબ જ કઠોર રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મ એવા ઘણા દ્રશ્યો છે જે, તમારા રુવાડા ઉભા કરી દેશે. ફિલ્મમાં નાખવામાં આવેલી સંવેદનાઓ મને હચમચાવી નાખે એવી છે.ભાગ્યે જ કોઈ વ્યક્તિ છે કે જે ફિલ્મ જોઈને રડી ના પડે.

ફિલ્મની રીલીઝ બાદ શરુઆતમાં એવી પણ ફરિયાદ હતી કે, અમુક થીયેટરમાં આ ફિલ્મનો એક પણ શો હતો નહિ.પણ બાદમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવાને કારણે તેમજ વડાપ્રધાનના ફિલ્મને વખાણ કરવા બાદ, રાષ્ટ્રપ્રેમી લોકોના ધ્યાનમાં આવતા ફિલ્મને તુરંત પ્રતિસાદ મળવા માંડ્યો હતો. અને તે એટલી ઝડપી વધી ગયો હતો કે, આજે રાવીવારના દિવસે દેશના તમામ થીયેટરમાં આ ફિલ્મના તમામ શો હાઉસફુલ રહ્યા હતા.

દેશપ્રેમીઓ આ ફિલ્મ દેશના તમામ લોકો જોવે તેવી અપીલ સાથે આગળ આવી રહ્યા છે,તેઓ સોશિયલ મીડિયાના માધ્યમ થી તેમજ બીજા અનેક પ્રકારથી લોકોને ફિલ્મ જોવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.ઘણા બધા રાષ્ટ્રપ્રેમી સંગઠનો પોતાના પ્રતિનિધિ અને મંડળો સાથે સમુહમાં પણ ફિલ્મ જોવા જઈ રહ્યા છે. જેથી કરીને લોકોમાં ફિલ્મ જોઇને દેશના હિતના મુદ્દે, એક દટાઈ ગયેલા સત્યને જાણવું પણ આવનારી યુવાપેઢી માટે ખુબ જરૂરી છે.

ઘણા સામાજિક સંગઠનો તેમજ યુવા સંગઠનો આ બાબતે આગળ આવ્યા છે. અને તેઓ પોતાના ગ્રુપ અને સંગઠનોને ફ્રીમાં ફિલ્મ બતાવવા માટે લઇ જઈ રહ્યા છે. જેનો ઉદેશમાંત્ર દેશહિતમાં બનેલી ફિલ્મ દરેક લોકો જુએ અને સત્યથી વાકેફ થાય.તાજેતર માંજ ગુજરાત સરકાર દ્વારા ફિલ્મને સંપૂર્ણ કરમાફી જાહેર કરી દેવાઈ છે.

આ સાથેજ સુરતના એક હીરાના કારખાનેદાર દ્વારા ફિલ્મને વધુમાં વધુ લોકો જોવે અને દેશપ્રેમ માટે પોતાના કારખાનામાં કામ કરતા તમામ કર્મચારીઓને ફિલ્મની ટીકીટના પૈસા આપવાની જાહેરાત કરી છે.તેમણે જણાવ્યું છે કે, તેમના કારખાનામાં કામ કરતા તમામ ભાઈઓ અને બેહનોને કાશ્મીર ફાઈલ ફિલ્મ જોવાના પૈસા ઓફીસ તરફથી આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *