‘Kashmir Files’ ની એવી ખૌફનાક કહાની કે જે ફિલ્મમાં પણ નથી બતાવી- વાંચી રુવાડા બેઠા થઇ જશે

“The Kashmir Files” ફિલ્મમાં કાશ્મીર હિન્દુઓના દર્દને ઊંડાણપૂર્વક અને ખૂબજ કઠોર રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મ એવા ઘણા દ્રશ્યો છે જે તમારા રુવાડા ઉભા કરી દેશે, ફિલ્મમાં નાખવામાં આવેલી સંવેદનાઓ સૌંને હચમચાવી નાખે એવી છે, ભાગ્યે જ કોઈ વ્યક્તિ છે કે જે ફિલ્મ જોઈને રડી ના પડે.

ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ ભારતના કાશ્મીરી પંડિતો સાથે થયેલા અન્યાય અત્યાચાર પર આખી ફિલ્મ બનાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં બોલિવૂડના અનુપમ ખેર મિથુન ચક્રવર્તી નાભિની ખુબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. લોકો ફિલ્મના ખુબ જ વખાણ કરી રહ્યા છે, અને ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે પણ ધીરે-ધીરે ખૂબ જ આગળ વધી રહી છે. ખૂબ જ થોડા સમયમાં ફિલ્મ બસો કરોડ પાર બજેટવાળી ફિલ્મમાં સામેલ થઈ જશે. ધીરે ધીરે દેશના તમામ લોકોનો ફિલ્મને સહકાર મળી રહ્યો છે.

હાલમાં આ ફિલ્મની સ્ટારકાસ્ટ પ્રખ્યાત ટીવી શોમાં જોવા મળી હતી.અને આ શોમાં વર્ષો પહેલા કાશ્મીર છોડીને ભારતમાં સ્થાયી થયેલા કાશ્મીરી પંડિતો ને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં સરલા નામની એક મહિલા પણ આવી હતી, 75 વર્ષીય સરલાએ પોતાની સાથે બનેલી દર્દનાક ઘટનાનું ખૂબ દુઃખભર્યું વર્ણન કરતા હાજર સૌ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

સરલાએ કહ્યું હતું કે, ભૂતકાળમાં ઈ.સ 1990 કાશ્મીરી પંડિતો સાથે કાશ્મીર માં જે કઈ પણ થયું તેની હું સાક્ષી રહી ચૂકી છું. મારા કેટલાક સગાવહાલાઓ રહેતા હતા ત્યારે આતંકી હિન્દુ પરિવારના ટાર્ગેટ કરતા હતા. ચારે બાજુ આતંક જ આતંક હતો, લોકોમાં ડર હતો, આ દરમિયાન મારા સગાવહાલાઓ પાકિસ્તાનના આતંકીઓના હાથે ઝડપાઇ ગયા હતા. હું મારા પતિ સાથે એપ્રિલમાં જીવ બચાવીને ભાગી ગઈ, મારુ ઘર, ઘરનો સામાન, ઘરવખરી, અને સંબંધીઓ બધું જ છોડી ચૂકી હતી. અને અંતે ૧૫ દિવસ બાદ જ્યારે હું કાશ્મીર મારી કેટલી છૂટેલી વસ્તુઓ પાછી લેવા માટે આવી ત્યારે, ત્યાની પરિસ્થિતિ જોઈને મને ખ્યાલ આવી ગયો કે, કાશ્મીરમાં હવે હિન્દુ માટે કોઈ જગ્યા નથી. હિન્દુઓનું કોઈ જ મહત્વ નથી, અહીંયા એક રાત પસાર કરવી પણ ખૂબજ મુશ્કેલ અને દર્દનાક હતી. મારા જીવનમાં સૌથી ડરામણામા દરામનો સમય હતો. “The Kashmir Files”  ફિલ્મ જોઇને અત્યાચારનો ભોગ બનેલા ઘણા પંડિતો સામે આવી રહ્યા છે.

સરલાએ આગળ કહ્યું કે, જ્યારે મે કાશ્મીર છોડ્યું ત્યારે અમે અમારા ઓળખીતાઓની મદદથી કાશ્મીર છોડ્યું હતું. તે સમયે મારા પગમાં ચંપલ જમવા માટે ભોજન અને પીવા માટે પાણી નહોતું, બસ એક જ વાત હતી કે કાશ્મીર છોડીને જતા રહેવું છે. અને અમે જે રાત્રે કાશ્મીર છોડીને નીકળ્યા, તે રાત હું મારા જીવનમાં ક્યારેય ભૂલીશ નહીં. મારા મામા જિંદાલ કોલની દસ દિવસ બાદ આતંકીઓ દ્વારા ક્રૂર હત્યા કરવામાં આવી હતી. મારા માંસીયાય દીકરા જગન્નાથને પણ આતંકીઓએ દયા રહેમ છોડીને રહેંસી નાખ્યા હતા. જ્યારે આ બધું યાદ કરું છું, ત્યારે આજે પણ હું ડરી જાઉં છું.

જજ દ્વારા સરલાને પૂછવામાં આવે છે કે તેમના મામાની હત્યા કેવી રીતે કરવામાં આવી હતી?
સરલા કહે છે કે, તેમના મામાને ત્રણ ચાર યુવકોએ પહેલા ખૂબ માર માર્યો હતો. અને પછી તેમને ઝાડ સાથે લટકાવી દેવામાં આવ્યા હતા, બાદમાં આ રાક્ષસોએ તેમની આંખો કાઢી લીધી, મારા વૃદ્ધ મામા 75 વર્ષે તેમને આવુ દર્દનાક મૃત્યુ મળ્યું જેની ક્યારેય અમે કોઈએ કલ્પના પણ નહોતી કરી. મારા મામા હંમેશા લોકોને મદદ કરવા માટે તૈયાર રહેતા હતા. તે ખૂબ જ મિલનસાર સ્વભાવના હતા. અને તેમને આવી રીતે આતંકીઓએ ક્રૂર મોત આપ્યું હતું.

અને વળાંક તો ત્યારે આવે છે જ્યારે, સરલાબહેન ધ્રુસકે ને ધ્રુસકે સૌ વચ્ચે રડી પડે છે. તેઓ બોલી પણ નથી શકતા, અને પછી ધીરે ધીરે કહે છે કે, તેમની બહેન અને જીજાજી આજદિન સુધી લાપતા છે. તેમની કોઈ સંભાળ કે ખબર નથી મળી, તેઓ ક્યાં ગયા? તેનું શું થયું? કોઈ જ જાણકારી મળી નથી. તેઓ બંને લેક્ચરર હતા. અને તેમના માસિયાઈ દીકરાના હત્યા અંગે વાત કરતા કરતા અને રડતા રડતા તેમણે કહ્યું કે, આતંકીઓએ નિર્દોષ બાળકનું ધડ અને શરીર તલવાર દ્વારા એક જ ઝાટકે અલગ કરી નાખવામાં આવ્યું, અને માથું અમારા ઘરના આંગણામાં ફેંકી શરીર અને ધડ સાથે લઈ ગયા.

પલ્લવી જોશી ફિલ્મ અંગેની એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, જ્યારે તેઓ ફિલ્મ વિશે રિસર્ચ કરી રહ્યા હતા ત્યારે તેમનો પહેલો ઇન્ટરવ્યૂ લેવા તેઓ ગયા હતા. ત્યારે તેઓને માત્ર એટલી જ ખબર હતી કે તેમના પિતાની હત્યા થઈ છે. પરંતુ તેમના પિતાની હત્યા કેવી રીતે થઈ? તે અંગે તમે અમને કોઈ જાણ ન હતી. અમે જ્યારે ત્યાં ગયા ત્યારે ખૂબ માન સન્માન અને ભાવના સાથે તમારુ સ્વાગત કરવામાં આવ્યું.

પણ એમની વાત સાંભળતાં સાંભળતાં જ્યારે તેમની દીકરી એ ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા તેમને કહ્યું કે, તેમના પિતાને મારીને તેમના 50 ટુકડા કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ટુકડાઓને કોથળામાં ભરીને ફેંકી દેવામાં આવ્યા હતા. બે ત્રણ દિવસ બાદ જ્યારે કોથળો મળ્યો ત્યારે આઈડી કાર્ડની મદદથી પિતાની બોર્ડની ઓળખ થઈ શકી હતી.

બાદમાં પલ્લવી જોશી પણ ખૂબ જ ભાવુક થઈને ધ્રૂસકે રડવા લાગ્યા હતા.અને કહેવા લાગ્યા કે, અમે રોજ ચાર પાંચ આ રીતની વાર્તાઓ સાંભળતા હતા. લોકોને મળતા હતા, અમે તેમની આગળ કંઈ જ બોલી શકતા નહોતા. અને અમે ક્યારેક ક્યારેક તો અમે તેમનો ઇન્ટરવ્યુ લઇ શકીએ તેવી હાલતમાં પણ નહોતા રહેતા. એક સમય તો એવો પણ આવ્યો કે જ્યારે મેં કોઈ સાથે વાત કરી શકે તેવી સ્થિતિમાં નહોતા. પરિવારો અને તેમની દુઃખ ભરી દાસ્તાનમાં માણસોના રૂવાંડા બેઠા કરી દે તેવી યાદો સાથે તેમની વાર્તાઓ હતી.

પલ્લવી જોશી વધારે જણાવી રહ્યા છે કે, એક પરિવાર તો અમને મળતાની સાથેજ ભાવવિભોર બનીને રડી પડ્યો હતો. તેમની દીકરીએ કહ્યું કે, તેમના પિતાની ભાળ ત્રણ-ચાર દિવસથી મળતી નહોતી. આખરે જ્યારે એક અઠવાડિયા પછી પોલીસ તેમના ઘરે ડેડબોડી લઈને પહોંચી અને બાદમાં જ્યારે લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, અને પરિવારને જ્યારે પોસ્ટમોર્ટમ કરીને ડેડબોડી પાછી આપવામાં આવે છે, તો તેમના શરીર પર અનેક જગ્યાએ ગોળીઓના નિશાન હતા. પોસ્ટમોર્ટમને કારણે યોગ્ય રીતે ટાંકા પણ લેવામાં આવ્યા નહોતા. અને શરીરના અંદરના અવયવો, અંગો, નસો, દેખાતી હતી. જેને જોઈને ઘરના સૌકોઈ રડી પડ્યા હતા, તે ઘરના સભ્યોએ છથી સાત દિવસ સુધી કંઈ જ ખાધું નહોતું.

પલ્લવી જણાવી રહ્યા છે કે, વિવેક અગ્નિહોત્રી મારા પતિ છે. હું અને મારા પતિ બન્ને જણા ઘણી બધી વાર લોકોના ઘરે ગયેલા છીએ, અને મળ્યા છીએ, અને લોકોની દુઃખી દાસ્તાનની વાર્તાઓ સાંભળી છે. ઘણીવાર તો અમે લોકો ખૂબ રડી પડતા હતા. અમારું માનસિક સંતુલન પણ ગુમાવી બેસતા હતા. અમારો સ્વભાવ ખૂબજ ગુસ્સાવાળો થઈ ગયો હતો. અમે રાત્રે ઊંઘી શકતા નહોતા. અમને રાત્રે સપનામાં પણ કાશ્મીરના પીડિતોની ચિચિયારીઓ સંભળાઇ રહી હતી. કાશ્મીરના લોકો અમને સપનામાં આવીને જાણે મદદ માટે પોકારી ગયા હોય એવું લાગતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *