આ તારીખથી શરુ થશે કાવડ યાત્રા; જાણો તેનું વિશેષ મહત્વ

Kanwar Yatra 2024: હિંદુ ધર્મમાં ભોલેબાબાને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શ્રાવણમાં જ કાવડ યાત્રાનું(Kanwar Yatra 2024) આયોજન કરવામાં આવે છે જેમાં ભગવાન શિવના ભક્તો કાવડમાં ગંગા જળ ભરી યાત્રા કરે છે, અને શ્રાવણ માસની શિવરાત્રીના દિવસે શિવલિંગ પર અભિષેક કરી ભોલેનાથની પૂજા કરે છે.

હિંદુ ધર્મમાં કાવડયાત્રાને ખુબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ માસમાં કાવડયાત્રાનું ખુબ જ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે કાવડયાત્રા કરનાર પર ભોલેનાથની વિશેષ કૃપા વરસે છે. હજારો લોકો કાવડને લઈને ભગવાન શિવને જળ અર્પણ કરવા પગપાળા કાવડ યાત્રાએ નીકળે છે. ચાલો જાણીએ 2024માં કાવડ યાત્રા ક્યારે શરૂ થઈ રહી છે અને તેનું શું મહત્વ છે.

2024માં કાવડ યાત્રા કઈ તારીખ શરુ થશે
કાવડ યાત્રા 22 જુલાઈ 2024થી શરૂ થશે. તે 2જી ઓગસ્ટ 2024ના રોજ શ્રાવણ માસની શિવરાત્રીના રોજ સમાપ્ત થશે. કાવડ યાત્રા એક યાત્રાધામ જેવી છે જેની લોકો વર્ષભર રાહ જોતા હોય છે.

કેવી રહી કાવડ યાત્રા?
શ્રાવણ મહિનામાં, શિવભક્તો ગંગાના કિનારે એક કલશમાં ગંગા જળ ભરીને, કાવડ પર બાંધીને, ખભા પર લટકાવીને પોતપોતાના વિસ્તારના શિવાલયમાં લાવે છે અને શિવલિંગ પર ગંગા જળ ચઢાવે છે. માન્યતાઓ અનુસાર, ભગવાન પરશુરામે સૌથી પહેલા કાવડ યાત્રા શરૂ કરી હતી. પરશુરામ ગઢમુક્તેશ્વર ધામમાંથી ગંગા જળ લાવ્યા હતા અને યુપીમાં બાગપત નજીક સ્થિત ‘પુરા મહાદેવ’ને ગંગા જળથી અભિષેક કર્યો હતો.

કાવડ યાત્રાના નિયમો
કાવડ યાત્રા કરનાર  ભક્તોને કાવડિયા કહેવામાં આવે છે. કાવડ યાત્રા પર જતા ભક્તોએ આ સમયગાળા દરમિયાન વિશેષ નિયમોનું પાલન કરવું  પડે છે. આ દરમિયાન ભક્તોએ પગપાળા યાત્રા કરવી પડે છે. યાત્રા દરમિયાન ભક્તોએ સાત્વિક આહારનું સેવન કરવું પડે છે. તેમજ આરામ કરતી વખતે કાવડને જમીન પર ન રાખી શકાય.