હાલમાં એક ખુબ પ્રેરણાદાયક જાણકારી સામે આવી છે. ગઈકાલે વર્લ્ડ ઓર્ગન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. એવું કહેવામાં આવે છે કે, જો સાચો જીવનસાથી મળે તો જીવન બદલાય જાય છે. સપ્તપદીમાં આપવામાં આવેલ વચન નિભાવનાર કિસ્સા હવે જવલ્લે જ જોવા મળતા હોય છે.
રાજકોટના વૃદ્ધ દંપતીનો છેલ્લા 2 વર્ષથી પત્ની કિડનીની બીમારીથી પીડાઈ રહી હતી. પતિએ એક સેકન્ડનો વિચાર કર્યા વિના પોતાની એક કિડની પત્નીને આપી નવજીવન આપ્યું હતું તેમજ કહ્યું હતું કે, એક કિડની પર પણ સરસ જીવી જ શકાય. આવું કરવાથી કોઈ નુકસાન થતું નથી.
હું અને મારી પત્ની બંને બિલકુલ સ્વસ્થ છીએઃ પતિ
પત્નીને કિડની આપનાર 63 વર્ષનાં ગોવિંદભાઈ સખિયાએ જણાવે છે કે, મારી પત્ની દિવાળીની બંને કિડની ફેલ થઈ ગઈ હતી, જેને કારણે ડોક્ટરની સલાહ લેતાં તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું સૂચન કર્યું હતું. ત્યારબાદ મેં કિડની આપવાનો નિર્ણય લેતાં ડોક્ટરે મારા નિર્ણયને આવકાર્યો હતો.
દિવાળીબેનનું 5 મહિના સુધી ડાયાલિસિસ કરાયું:
મને મારાં રૂટિન કામો કરવામાં ક્યારેયપણ કોઈ તકલીફ પડતી નથી. પત્નીની જિંદગી બચાવીને પતિધર્મ નિભાવ્યાનો આનંદ રહેલો છે ત્યારે લોકોએ પણ બીજાનો જીવ બચાવવા માટે અંગદાન કરવા આગળ આવવું જોઈએ. બીજી બાજુ પત્ની દિવાળીબેને પણ પતિ પર ગર્વ હોવાનું જણાવીને નવજીવન મળ્યા પછી પોતે બિલકુલ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.
આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડનાર ડો.દિવ્યેશભાઈ ફિરોઝા કહે છે કે, દિવાળીબેનનું 5 મહિના સુધી ડાયાલિસિસ કર્યા પછી કિડની બદલવી ખુબ જરૂરી હોવાનું કહ્યું હતું. જેને કારણે પરિવારે અને મેં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નક્કી કર્યું હતું.
કિડની ટ્રાન્સપ્લાન્ટને લઇ પરિવારમાં અનેક પ્રશ્નો ઉઠ્યા હતા
જો કે, કિડની ટ્રાન્સપ્લાન્ટને લઇ સમગ્ર પરિવારને કેટલાક પ્રશ્નો હતા કે, જેમાં કિડની આપનારને તેનાં જીવનમાં ખુબ મુશ્કેલી પડે છે. એક કિડનીમા પણ ખુબ સારી રીતે જીવન જીવી શકાતું નથી જેવા પ્રશ્નો પરિવારે ઉઠાવ્યા હતા. ત્યારપછી પ્રિ- ટ્રાન્સપ્લાન્ટ વર્કઅપ કરીને 6 મહિના અગાઉ આ કામ પાર પાડી દીધું હતું.
6 મહિના પછી આ દંપતીને કોઈ તકલીફ નથીઃ ડોક્ટર
ડોક્ટરે વધુમાં કહ્યું હતું કે, હાલમાં 6 મહિના પછી પણ આ દંપતીને કોઈ સમસ્યા નથી તેમજ બંને ખુબ સારી રીતે પોતાનું જીવન પસાર કરી રહ્યાં છે. પોતે અંગદાન માટેની ખાસ મુહિમ ચલાવતા હોવાનું જણાવીને અત્યાર સુધીમાં કુલ 180 કિડની ટ્રાન્સપ્લાન્ટ, 100 લીવર ટ્રાન્સપ્લાન્ટ, 2 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ તેમજ અનેકવિધ લોકોના ચક્ષુદાન કરાવ્યા હોવાનું પણ જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.