રામલલ્લાને માથું નમાવનાર મુસ્લિમ વ્યક્તિ કોણ?

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન બુધવારે રામ મંદિર જઈ ભગવાન રામ સમક્ષ માથું નમાવ્યું હતું. કેરળ રાજભવને ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું કે રાજ્યપાલે (Arif Mohammed Khan at Ram Mandirt) રામ મંદિરની મુલાકાત લીધી અને ભગવાન રામના દર્શન કર્યા. રાજ્યપાલે પત્રકારોને જણાવ્યું હતું કે, “હું જાન્યુઆરીમાં બે વખત અયોધ્યા આવ્યો હતો, જે લાગણી તે સમયે હતી તે આજે પણ છે. હું ઘણી વખત અયોધ્યા આવ્યો છું. તે અમારા માટે માત્ર ખુશીની વાત નથી, પરંતુ તે એક આનંદની વાત છે. ગર્વની વાત છે કે અયોધ્યા શ્રી રામ આવી રહ્યા છે અને તેમની પૂજા કરવામાં આવી રહી છે.”

આરિફ મોહમ્મદ ખાન ભગવાન રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા

આ વીડિયો કેરળના રાજ્યપાલના સત્તાવાર (Arif Mohammed Khan) એક્સ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તે વીડિયોમાં રાજ્યપાલ આરિફ ખાન રામ લલ્લાની પ્રતિમા સામે માથું નમાવતા જોઈ શકાય છે. ત્યાં ‘જય શ્રી રામ’ના નારા સંભળાય છે. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન બુધવારે ભગવાન રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા હતા. મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પર અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

‘હું અયોધ્યાનો પાડોશી છું…’: Arif Mohammed Khan

અયોધ્યા પહોંચીને રાજ્યપાલ આરિફ ખાને વધુમાં કહ્યું કે હું ઘણી વખત અયોધ્યા ગયો છું અને હું અયોધ્યાનો પાડોશી છું. હું ભૂતકાળમાં પણ અહી ઘણો આવ્યો છું, તે અમારા માટે આનંદની વાત નથી પણ ગર્વની વાત છે. હું 22મી જાન્યુઆરી પહેલા અહીં આવ્યો હતો અને હવે 22મી જાન્યુઆરી પછી આવ્યો છું, આજે માત્ર ભગવાન રામલલાના દર્શન કરવા આવ્યો છું. તમને જણાવી દઈએ કે અયોધ્યાના પડોશી જિલ્લો બહરાઈચ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનો મત વિસ્તાર છે.

આરિફ મોહમ્મદ ખાન રામલલ્લાને જોઈને થયા ભાવુક

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન બુધવારે બીજી વખત અયોધ્યા પહોંચ્યા હતા. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન પહેલાં અયોધ્યા એરપોર્ટથી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા ત્યારબાદ રામલલ્લાનાં દર્શન કરવા રામમંદિર પહોંચ્યા હતા. ગર્ભગૃહની સામે પહોંચીને કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન રામલલ્લાને જોઈને ભાવુક થઈ ગયા અને તે જ જગ્યાએ બેસીને તેમના ચરણોમાં માથું ટેકવ્યું હતું અને હાથ જોડીને આશીર્વાદ લીધા હતા.