એકબાજુ આખું વિશ્વ પ્રમુખ સ્વામીનો શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યો છે, ને બીજીબાજુ ઓસ્ટ્રેલિયાના BAPS સ્વામિનારાયણ મંદિર પર ખાલિસ્તાનીઓએ હુમલો કરી તોડફોડ કરી છે. સમગ્ર વિશ્વમાં સંપ અને શાંતિ ફેલાવનાર પ્રમુખસ્વામીનો હાલ અમદાવાદમાં શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આવેલા BAPS ના મંદિરમાં ખાલિસ્તાની દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જે ખુબ નિંદનીય છે.
આજે વહેલી સવારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં એક હિન્દુ મંદિર પર ખાલિસ્તાનીઓ એ હુમલો કર્યો હતો અને તોડફોડ મચાવી હતી. મળતી માહિતી અનુસાર બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પર કસિત રીતે ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કરી તોડફોડ કરી હતી. મેલબોર્નના ઉતર્યો ઉપનગર મિલ પાર્કમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર ભદ્દા ચિત્રો ચિર્ત્યા હતા.
ધ ઓસ્ટ્રેલિયા ટુડેના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, બીએપીએસ મંદિરમાં લોકો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવ્યું છે કે, આ વિનાશ અને નફરતના કૃતિઓથી અમે ખૂબ જ આઘાત પામ્યા છીએ.
આ અંગે BAPS સંસ્થાએ જણાવ્યું કે, મિલ પાર્ક, મેલબોર્ન, ઓસ્ટ્રેલિયામાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના ગેટ પર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલી ભારત વિરોધી પ્રવુતિથી અમને ખૂબ જ દુઃખ થયું છે. મિલ પાર્કમાં BAPS મંદિર, વિશ્વભરના BAPS ના તમામ મંદિરોની જેમ, શાંતિ, સંવાદિતા, સમાનતા, નિઃસ્વાર્થ સેવા અને સાર્વત્રિક હિંદુ મૂલ્યોનું નિવાસસ્થાન છે.
વધુમાં લખ્યું, આ સમયે, BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે શાંતિ અને એકતા માટે પ્રાર્થના કરી છે અને તમામ ભક્તો અને શુભેચ્છકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. અમે ઑસ્ટ્રેલિયા અને ભારતની સરકારો તેમજ સ્થાનિક સમુદાય સંગઠનો સહિત યોગ્ય અધિકારીઓના સતત સમર્થન માટે આભારી છીએ. સમગ્ર ઓસ્ટ્રેલિયામાં BAPS મંદિરો એક સમૃદ્ધ બહુસાંસ્કૃતિક સમાજના પ્રતીકો છે જે ઓસ્ટ્રેલિયન આદર, મિત્રતા અને સહિષ્ણુતાના મૂલ્યોને પોષે છે.
હુમલા વિશે વાત કરતા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે કહ્યું કે, તોડફોડ અને નફરતના આ કૃત્યોથી ખૂબ જ દુઃખી અને આઘાત અનુભવીએ છીએ. વધુમાં જણાવતા કહ્યું કે, અમે શાંતિ અને સંવાદિતા માટે અમે પ્રાર્થના કરીએ છીએ અને સમય આવશે ત્યારે સંપૂર્ણ નિવેદન આપશું. હિન્દુ મંદિરમાં આ રીતના કૃત્ય થવા ખુબ શરમની વાત છે. આ ઘટના બાદ વિક્ટોરિયાના શાંતિ પ્રિય હિંદુ સમુદાય માટે ખૂબ જ દુઃખદાયક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.