ગત નવેમ્બર મહિનામાં અમદાવાદ ના જોધપુર વિસ્તારમાં એક કોંગ્રેસી નેતાના ઘરે બેઠક યોજાઇ હતી. જેમાં નરેશ પટેલ સહિત ગુજરાતના પાટીદાર સમાજના એવા નેતાઓ સામેલ હતા કે જે કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. આ બેઠકમાં પાટણના ધારાસભ્ય કીરીટ પટેલ ને બાદ કરતા તમામ પાટીદાર ધારાસભ્યો હાજર હતા. આ બેઠકમાં હાર્દિક પટેલની પણ હાજરી હતી. આ બેઠક પ્રશાંત કિશોર કે જેઓ કોંગ્રેસ માટે કામ કરવા ઈચ્છી રહ્યા છે તેમના સૂચનથી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કરાવી હતી.
આ બેઠક નરેશ પટેલ ની આગેવાનીમાં જ યોજવામાં આવી હતી અને બેઠકમાં ત્રણ શરતો પર ચર્ચા થઇ હતી. જેમાં પ્રદેશ પ્રમુખ કોઈ ઓબીસી નેતા અને બનાવવામાં આવે અને વિપક્ષી નેતાની કમાન કોઈ ટ્રાયબલ એરીયા ના ધારાસભ્ય ને સોંપવામાં આવે. સાથે સાથે ગુજરાતના રાજકારણમાં બની બેઠેલા ઓબીસી નેતાઓ કે જેમણે ગુજરાતની કોંગ્રેસને બાનમાં લઈ રાખી છે, તેવા નેતાઓને સાઈડલાઈન કરીને તમામ જવાબદારીઓ નવા નિમાયેલા નેતાઓને પુરા પાવર સાથે સોંપવામાં આવે.
ગુજરાત ની આવનારી વિધાનસભા ચૂંટણીમાં ઇલેક્શન કેમ્પેઇન કમિટીના ચેરમેન પદ નરેશ પટેલને સોંપવામાં આવે અને જૂની કીટલીઓ અને સાઈડલાઈન કરીને નવા ચહેરાઓ અને સ્થાન આપવામાં આવે.
આ બેઠકમાં નરેશ પટેલની કેટલીક શરતો હતી જેને લઈને તેઓ કોંગ્રેસમાં પ્રવેશ અટકેલો હતો. આ શરતો શું હતી?: 1. ભરતસિંહ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, મધુસુદન મિસ્ત્રી સહિતના નિષ્ફળ નેતાઓને કોંગ્રેસની ચૂંટણી સમિતિમાંથી દુર કરવા. 2. દિલ્હીની મંજુરી નહિ પણ ગુજરાતના સર્વેના આધારે સર્વ માન્ય વ્યક્તિને ટીકીટ ફાળવણી કરવી. 3. ઈલેક્શન કેમ્પેઈન કમિટીના ચેરમેન પોતાને બનાવવામાં આવે.
નરેશ પટેલ પોતાની સાથે ભાજપ માંથી સાઇડલાઇન કરાયેલા નેતાઓ અને મંત્રી પદેથી હટાવાયેલા નેતાઓને સાથે રાખીને કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો પણ કરવામાં આવી રહી છે. નરેશ પટેલને ભરતસિંહ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, મધુસુદન મિસ્ત્રી સહિતના નિષ્ફળ નેતાઓને કોંગ્રેસની ચૂંટણી સમિતિમાંથી દુર કરવા વાળી શરતમાં કમીટમેંટ મળ્યા બાદ હવે તેઓએ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કરી લીધો હોવાની વિગતો સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.