વધતા કોરોના વચ્ચે પાટીદારોના ખોડલધામ મંદિરનો પાટોત્સવ થશે કે નહીં થાય, તે અંગે મોટી અટકળો ચાલી રહી છે. ત્યારે હાલના સમયમાં આ સવાલો ઉપરથી પડદો ઊચકાયો છે. ખોડલધામ પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ જણાવતાં કહ્યું હતું કે, ખોડલધામ મંદિરનો પાટોત્સવ થશે. દરેક શ્રદ્ધાળુઓ પાટોત્સવનો લાભ ઓનલાઇનના માધ્યમ દ્વારા લઇ શકશે.
ઓનલાઇનના માધ્યમથી, દેશ-વિદેશથી ખોડલધામ પાટોત્સવના દર્શન કરી શકશે. તમને જણાવી દઈએ કે આવનારી 21 જાન્યુઆરીના રોજ લેઉવા પટેલ સમાજના સૌથી મોટા ધર્મસ્થાન એવા કાગવડના ખોડલધામ મંદિરના પાંચ વર્ષ પૂરા થઇ રહ્યા છે. ત્યારે તેમના પાટોત્સવની લોકો રાહ જોઈ રહ્યા હતા. ૨૧ જાન્યુઆરીના રોજ, દરેક શ્રદ્ધાળુઓ ઓનલાઇન પટના માધ્યમ દ્વારા આ પાટોત્સવ લાઈવ નિહાળી શકશે.
હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ ગુજરાતમાં કોરોના પોતાનો પગપેસારો કરી રહ્યો છે ત્યારે, ખોડલધામ સમિતિ મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી એવી અટકળો ચાલી રહી હતી કે, કોરોના વચ્ચે મંદિરનો ભવ્ય પાટોત્સવ કેવી રીતે કરવો? પરંતુ હાલ સ્પષ્ટ થઈ ગયું છે કે, મંદિરનો પાટોત્સવ થશે, અને શ્રદ્ધાળુ ઓનલાઇન લાભ લઈ શકશે.
ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ જણાવતાં કહ્યું હતું કે, કોરોનાને ધ્યાનમાં રાખીને લોકો ઘરે બેસીને પાટોત્સવનો લાભ લઇ શકે, તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને દરેક નિયમોનું પાલન કરીને, આ પાટોત્સવનું જીવંત પ્રસારણ કરાશે. પાટોત્સવ યોજવા બાબતે આ પહેલા પણ ઘણી બેઠકો બેઠી હતી, પરંતુ ગત શુક્રવારે નરેશ પટેલની હાજરીમાં દરેક ટ્રસ્ટીઓની બેઠક બોલાવી હતી. અને ખાસ પાટોત્સવ કેવી રીતે કરવો તે અંગેની મીટીંગ યોજવામાં આવી હતી. જો આ પાટોત્સવ ઓનલાઈન ન થયો હોત, તો આશરે ૨૦ લાખથી વધુ લોકો એકઠા થવાના હતા. પરંતુ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હવે આ પાટોત્સવ ઓનલાઇન થશે અને લોકો ઘરેબેઠા જ લાભ લઈ શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.