ગુજરાત રાજ્ય તો વિકાસના માર્ગે ચાલનારું રાજ્ય છે, વિકાસની વાતો કરનારા લોકોના જ મગજનો કે મનનો વિકાસ થયો નથી તેવું આ ઘટના પરથી કહી શકાય. ગુજરાત રાજ્યમાં અવારનવાર ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. જેને જોતા એવું લાગે કે વિકાસની વાતો કરનાર લોકો જ ખાડે પડ્યા છે. ત્યારે હવે લોકોએ ગર્ભમાં રહેલા બાળકોના જીવનને ખેલ બનાવી દીધો છે.
ત્યારે આવો જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે ઘટના જાણીને તમે પણ ચોંકી જશો. મહીસાગરના સંતરામપુરમાં ખુલ્લા આકાશ નીચે અને ઓરડીમાં ઘોર પાપ આચરવામાં આવ્યું હતું. આ ઘોર પાપ મહિલાની કુખમાં રહેલા બાળકને મારી નાખવાનું હતું. પહેલા તો મહિલાને બે ભાન કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ સાધનો સાથે અમાનવીય રીતે ગર્ભપાત કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગેની 3 દિવસની તપાસ બાદ મહીસાગર જીલ્લાનો આગમનીય કિસ્સાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
કૂખમાં જ બાળકનું કરવામાં આવ્યું કતલ:
મહીસાગરના જીલ્લાના સંતરાપુરમાં આવેલા FCIના એ ગોડાઉન પાછળ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જ્યાં એક મકાનમાં આ મહિલાની કુખમાં રહેલા બાળકનું કતલ થઇ રહ્યું હતું. હાલમાં આ ઘટનાને અંજામ આપનાર મહિલાઓ કોણ છે, તેમાં કોણ નર્સ છે તે વિશેની હાલમાં તપાસ ચાલુ છે.
આ ઘટના બન્યા બાદ મહીસાગર જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવતા કહ્યું છે કે, આ સમગ્ર ઘટના અંગે કડક તપાસ કરવામાં આવશે અને ઘટનાને લઈને જવાબદાર તમામ લોકો સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. સંતરામપુરથી સામે આવેલી આ ઘટના ગુજરાતની ગરીમાને કલંક લગાવે તેવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.