ટિકટોક સ્ટાર કિર્તી પટેલ ફરી એકવાર વિવાદમાં, છુપા કેમેરાથી બિલ્ડરની અંગત પળોના ફોટા પાડ્યા અને…

Kirti Patel: ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં વીડિયો વિવાદોના કારણે ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક જાહેરમાં સોશિયલ મીડિયા લાઈવ ટેલિકાસ્ટ કરી તેમાં અપશબ્દો બોલવા અને કોઈના વિશે વ્યક્તિગત અભદ્ર ટિપ્પણી કરવી કે પછી કોઈને વીડિયોના માધ્યમથી ધાકધમકીઓ આપતી રહે છે.

ત્યારે ફરી એકવાર કીર્તિ પટેલ(Kirti Patel) એક વિવાદમાં ફસાય છે. કીર્તિ પટેલ સામે ખંડણી માંગવાના કેસમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર સુરતના એક વેપારી પાસે 2 કરોડની ખંડણી માંગવાને લઈને કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સુરતના કાપોદ્રા પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ છે.

કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. જેમાં કાપોદ્રા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. કીર્તિ પટેલની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલ સામે આ અગાઉ અનેક ગુનાઓ નોંધાય ચુક્યા છે. બિલ્ડર વજુ કારોડીયા દ્વારા કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર  વર્ષ 2017 માં તેઓએ વિજય સવાણી નામના વ્યક્તિ પાસેથી વેલંજા ખાતે એક ફ્લેટની ખરીદી કરી હતી.

જોકે સમયસર નાણાં નહીં ચૂકવતા ફ્લેટનો સોદો કેન્સલ કરવામાં આવ્યો હતો. પરંતુ વિજય સવાણી બિલ્ડર પાસે વધુ 7 લાખ રૂપિયા માંગી રહ્યો હતો. જો કે આ ઘટના બાદ કોરોના અને લોકડાઉનની સ્થિતિ આવી જતા બિલ્ડર વજુ કારોડીયાએ નાણાની ચુકવણી માટે સમય માંગ્યો હતો. પરંતુ સમય પસાર થતાં વિજય સવાણીએ 7 લાખની જગ્યાએ 30 લાખ રૂપિયાની માંગણી શરૂ કરી હતી. જે અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

બિલ્ડર પાસે માંગી ખંડણી
જો કે પૈસાની ઉઘરાણી માટે વિજય સવાણીએ કીર્તિ પટેલનો સહારો લીધો હતો. કીર્તિ પટેલે પોતાના સોશિયલ મીડિયા મારફતે વજુ કારોડીયાને ધાક ધમકી આપી હતી. અને ત્યારબાદ સમાધાન માટે બિલ્ડરને ફાર્મ હાઉસ પર મીટીંગ માટે બોલાવ્યો હતો. અને ત્યાં વજુ કારોડીયાને જણાવ્યું હતું કે, કોઈ મનીષા નામની મહિલા સાથે તેના અંગત પળનો વીડિયો છે જે તે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે.

તેવી ધમકી કીર્તિ પટેલ અને ઝાકીર નામના વ્યક્તિ દ્વારા આપવામાં આવી હતી. સાથે હની ટ્રેપમાં ફસાવી દેવા માટે 7 લાખની જગ્યાએ 2 કરોડ રૂપિયાની માંગણી કરાઈ હતી.ત્યારે આ મામલે કીર્તિ પટેલ સામે કાપોદ્રા પોલીસ મથકમાં ખંડણી માંગવાના ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.