ગીરસોમનાથના સૂત્રપાડામાં યૂટ્યૂબર રોયલ રાજા ઉર્ફ દિનેશ સોલંકી (Royal Raja Dinesh Solanki) પર ઘાતકી હુમલો થયો છે. જો કે આ હુમલામાં કીર્તિ પટેલની (Kirti Patel) સંડોવણી હોવાના પણ અનેક આક્ષેપો થઇ રહ્યા છે. આ અંગે સામે આવતી વિગતો મુજબ, ત્રણેક ગાડીઓમાં આવેલા 10 જેટલા લોકોએ દિનેશ સોલંકી પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે. હુમલાખોરોએ કીર્તિ પટેલને વીડિયો કોલ કર્યો હોવાનું પણ કહેવાય છે. જેના કારણે આ બબાલ થઈ હોવાનું કહેવાય છે.
કીર્તિ પટેલ ફરી એક વાર વિવાદમાં આવી
સતત વિવાદોથી ઘેરાયેલી રહેતી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ (Kirti patel Tiktok) ફરી એક વાર વિવાદમાં આવી છે. યૂટ્યૂબર રોયલ રાજા પર થયેલા આ હુમલામાં કીર્તિ પટેલનો હાથ હોવાનું કહેવાય છે. હુમલાખોરોએ રોયલ રાજાનું અપહરણ કરી લૂંટ ચલાવી હોવાના અનેક આક્ષેપો થઇ રહ્યા છે. હુમલો કરતી વખતે કીર્તિ પટેલને વીડિયો કોલ કર્યો હોવાનું પણ કહેવવામાં આવી રહ્યું છે. વીડિયો કોલમાં કીર્તિ પટેલે એવું કહ્યું કે, રોયલ રાજાની મૂંછ અને વાળ સારા નથી લાગતા, એટલે કાપી નાખો. બાદમાં હુમલાખોરોએ દિનેશ સોલંકી ઉર્ફ રોયલ રાજાની મૂંછ અને વાળ કાપી નાખ્યા હતા. હાલમાં દિનેશ સોલંકી વેરાવળની સરકારી હોસ્પિટલમાં દાખલ છે.
રોયલ રાજાના વાળ અને મૂંછો કાપી નાખીનો થયો આક્ષેપ
આ સમગ્ર ઘટનામાં એવું પણ કહેવાય છે કે દિનેશ સોલંકીએ ખજૂરની ફેવર કરતી પોસ્ટ કરી હતી.જેની અદાવતમાં આ હુમલો કર્યો હોવાનો પણ દાવો છે. આ ઘટના બાદ કીર્તિના કહેવાથી હુમલાખોરોએ રોયલ રાજાના વાળ અને મૂંછો કાપી નાખી હતી. બાદમાં રોયલ રાજા પાસે માફી મગાવતો વીડિયો પણ વાયરલ કર્યો હતો.ત્યારે હવે આ કેસમાં પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
કીર્તિ પટેલનો હાથ હોવાનો દાવો
દાવો કરવામાં આવે છે કે, આ હુમલો ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ગુંદાળા ગામના યૂટ્યૂબર રોયલ રાજા ઉર્ફે દીનેશ સોલંકી પર હુમલો કર્યો છે. ઘંટીયા ગામની ફાટક નજીક યૂટ્યૂબર વચ્ચે જૂની અદાવતના કારણે આ બબાલ થઈ છે. જેમાં રોયલ રાજાનું અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો છે. આ અદાવતમાં કીર્તિ પટેલનો હાથ હોવાનો દાવો થઈ રહ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App