ગુજરાત(Gujarat): ચરોતર(Charotar)માં સેંકડો લોકોની મેદની વચ્ચે આયોજીત કીર્તિદાન ગઢવી(Kirtidan Gadhvi)ના ડાયરામાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. આ ડાયરામાં આણંદ જિલ્લા કોંગ્રેસ(Congress) પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર અને ખંભાતના ભારતીય જનતા પાર્ટી(BJP)ના ધારાસભ્ય મયૂર રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કીર્તિદાન ગઢવી ઉપર નોટોનો વરસાદ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન માસ્કને લઈ કલાકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, મયુરભાઈ થોડુક માસ્ક કાઢી નાખજો તો વધારે મજા આવશે. સાથે કહ્યુ કે, મયુરભાઈ અમને મજા એટલે આવે છે કે અહિં કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરીને આ કાર્યક્રમનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. અહિયાં 400થી વધુ લોકો છે જ નહિં જેથી કોઈ આ કાર્યક્રમોનો વિરોધ કરી જ નહિ શકે.
ધારાસભ્યની હાજરીમાં ઉમટી પડી જનમેદની:
કલમસરમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં હાજર રહેલા લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. તેમજ ધારાસભ્ય મયુર રાવલની હાજરીમાં મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી હતી. કોરોનાના નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં હજાર રહેલા ધારાસભ્યે પણ માસ્ક પહેરેલું જોવા મળ્યું ન હતું. તેમજ અન્ય કેટલાય લોકોએ માસ્ક પહેરેલું જોવા મળ્યું ન હતું.
શું આ ડાયરાથી પોલીસ છે અજાણ?
આ ડાયરામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. લોકો કોરોનાને ભુલીને ડાયરાની મોજ માણવામાં વ્યસ્ત હતા. આ ડાયરા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ જોવા મળ્યો હતો. જોતા તો એવું જ લાગી રહ્યું હતું કે, રાજ્યમાં કોરોના જતો રહ્યો હોય. જોકે, આ વચ્ચે ડાયરાથી પોલીસ સાવ અજાણ હોય તેમ કોઈ જ તકેદારી રૂપે પગલા ભરવામાં આવ્યા નહોતા.
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. દરરોજ 5થી 6 હજાર જેટલા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આ પ્રમાણે લોકડાયરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા તેમજ કોરોના નિયમોનું સરેઆમ ભંગ થતા આવનારા સમયમાં રાજ્યમાં હજુ પણ કોરોનાના કેસમાં ઉછાળો થવાની પુરેપુરી શક્યતાઓ જોવા મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.