દિવાળી પર્વ પર મહેકી માનવતાની મહેક… યંગીસ્તાન ગ્રૂપ દ્વારા ભરૂચમાં 145 બાળકોને કરવામાં આવ્યું કીટ વિતરણ

Published on Trishul News at 5:31 PM, Fri, 10 November 2023

Last modified on November 10th, 2023 at 6:07 PM

Kit distribution in Bharuch: હિંદુ ધર્મનો તહેવાર દિવાળી માત્ર ખુશીઓ જ ઉજવવાનો નહીં પરંતુ ખુશીઓ વહેંચવાનો તહેવાર છે. ત્યારે દિવાળી પર્વ પર સોશ્યલ મીડિયાના યંગીસ્તાન ગ્રૂપે સહવિશેષ રૂપે ઉજવ્યો છે. સોશ્યલ મીડિયાના યંગીસ્તાન ગ્રૂપ દ્વારા પ્રત્યેક વર્ષે ગરીબ બાળકોને દીપાવલી જેવા પર્વ ઉપર કીટ વિતરણ કરવામાં આવે છે. જેથી ગરીબ બાળકોની દિવાળી પણ ઉજવળ બને.

યંગીસ્તાન ગ્રૂપ દ્વારા દિવાળી પર્વની કીટ વિતરણ

સોશ્યલ મીડિયાના આ ગ્રુપથી છેવાડાના આદિવાસી અને ગરીબ બાળકોના જીવનમાં દીપાવલી જેવા પર્વ ઉપર અજવાળું રેલાવવાવાનો પ્રયાસ કરાય છે. યંગીસ્તાન ગ્રૂપના સંચાલક રાજેશ કાછડીયા જણાવ્યું છે કે છેલ્લા 6 વર્ષથી યંગીસ્તાન ગ્રૂપ દ્વારા ગરીબ બાળકોને કીટ વિતરણ કરી ઉજવવમાં આવે છે. ત્યારે આ વર્ષે યંગીસ્તાન ગ્રૂપ દ્વારા બે જગ્યાઓ પર દીપાવલી કીટ વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં ડાંગ(Kit distribution in Bharuch) જિલ્લાના બરમ્યાવડ મુકામે 90 અનાથ બાળાઓને નવા કપડાં, નવા ચપ્પલ, સાબુ-ટૂથપેસ્ટ, નહાવાના ટુવાલ, સ્કૂલબેગ, ઈનર, નિકર, સ્ટેશનરી કીટ, ગરમ સ્વેટર તથા છાત્રાલયમાં જોઈતી ચીજવસ્તુઓ ચાદર, ઓશિકા, તેમજ મિક્સર, કુકર જેવી જોઈતી ચીજવસ્તુઓની કીટ બનાવીને વિતરણ કરવામાં આવ્યું છે.

ડોનેશનમાં આવેલ ફંડથી તૈયાર કરાય કીટ

આ સાથે જ ભરૂચ જિલ્લાની છેવાડાની સરકારી શાળાના 145 બાળકોને ગરમ સ્વેટર, વોટર બોટલ, લંચ બોક્સ, સ્ટેશનરી કીટ, ચપ્પલ જેવી ચીજવસ્તુઓની કીટ બનાવીને વિતરણ કરવામાં આવ્યું છે. પ્રત્યેક વર્ષે થતું આ ભગીરથ કાર્ય સોશ્યલ મીડિયાના મિત્રોના સહયોગથી ચાલે છે. જેમાં સોશ્યલ મીડિયા દ્વારા મિત્રો પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે છે. ત્યારબાદ ડોનેશનમાં આવેલ ફંડ ચીજવસ્તુઓ પાછળ ડિવાઈડ કરીને ખરીદીઓ કરવામાં આવે છે અને કીટ બનાવીને તેનું વિતરણ કરવામાં આવે છે.

Be the first to comment on "દિવાળી પર્વ પર મહેકી માનવતાની મહેક… યંગીસ્તાન ગ્રૂપ દ્વારા ભરૂચમાં 145 બાળકોને કરવામાં આવ્યું કીટ વિતરણ"

Leave a comment

Your email address will not be published.


*