શિક્ષણથી લઈને લગ્ન સુધી…ગુજરાતના દરેક માતા-પિતા જાણો સરકારની ‘વ્હાલી દીકરી યોજના’ વિશે અને આજે જ ભરો ફોર્મ

Vahli Dikri Yojana: કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમ કે, બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પુનઃ લગ્ન યોજના, વહાલી દીકરી યોજના(Vahli Dikri Yojana) વગેરે બહાર પાડેલ છે. ત્યારે અમે તમને તેમાંની એક વહાલી દીકરી યોજના અંગે માહિતી આપવાના છીએ.

આ યોજના હેઠળ દીકરીને રૂપિયા 1,10,000નો લાભ મળે છે
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2024 બહાર પાડી છે. આ યોજના હેઠળ દીકરીને રૂપિયા 1,10,000નો લાભ મળે છે. દ્વારા રાજ્ય અને સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, દીકરીના શિક્ષણ વધારવા, સ્ત્રી સશક્તિકરણ કરવા અને બાળ લગ્ન અટકાવવાના ઉદ્દેશ્યથી આ યોજના બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકે છે.

કેટલી અને ક્યારે મળે છે સહાય?
વ્હાલી દીકરી યોજના અંતર્ગત વાર્ષિક રૂ. 2 લાખ કરતાં ઓછી આવક ધરાવતા પરિવારોને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000નો લાભ મળે છે.
પ્રથમ હપ્તા પેટે લાભાર્થી દીકરીઓને ધોરણ 1માં પ્રવેશ સમયે રૂ. 4000/- મળવાપાત્ર થશે.
બીજો હપ્તો પેટે લાભાર્થી દીકરી ધોરણ 9માં પ્રવેશ સમયે રૂ. 6000/- મળવાપાત્ર થશે.
ત્રીજા (છેલ્લા) હપ્તા પેટે દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.

રાજ્ય સરકારે 2019 થી 2023-24 દરમિયાન આ યોજના માટે કુલ ₹460.85 કરોડની જોગવાઈ કરી હતી, પરંતુ સરકારે અત્યાર સુધીમાં જોગવાઈ કરતાં વધુ એટલે કે ₹494.14 કરોડની ફાળવણી કરી છે.

દીકરીઓને 4 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીની સહાય
‘વહાલી દીકરી યોજના’ એ એક વ્યાપક યોજના છે, જે હેઠળ રાજ્ય સરકાર 2 લાખ રૂપિયા કે તેથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોની દીકરીઓ માટે તેમના શિક્ષણથી લઈને લગ્ન સુધી ‘પેરેલલ પેરેન્ટ’ની ભૂમિકા ભજવશે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર ગરીબ દીકરીઓને ધોરણ 1માં પ્રવેશ સમયે ₹4,000, ધોરણ 9માં પ્રવેશ સમયે ₹6,000 અને 18 વર્ષની વયે પહોંચતી વખતે ₹1 લાખની સહાય આપશે. આ સમયગાળા દરમિયાન, જો ઘરમાં કમાનાર વડીલનું મૃત્યુ થાય, તો રાજ્ય સરકાર તેની પુત્રીને ₹10,000ની વધારાની વીમા રકમ પ્રદાન કરશે.

અત્યાર સુધીમાં 2.37 લાખથી વધુ દીકરીઓની નોંધણી
‘વહાલી દીકરી યોજના’ લાગુ થયેથી માર્ચ 2024 સુધીમાં ગરીબ પરિવારોની 2 લાખ 37 હજાર 12 થી વધુ દીકરીઓનું રજીસ્ટ્રેશન થયું છે. વર્ષ 2019-20માં નોંધાયેલ 12 હજાર 622 દીકરીઓને આગામી વર્ષ 2025-26માં જ્યારે તેઓ ધોરણ 1માં પ્રવેશ લેશે ત્યારે યોજના હેઠળ પ્રથમ હપ્તા તરીકે 4000 રૂપિયા આપવામાં આવશે. યોજનાની શરૂઆતથી, લાભાર્થી દીકરીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે, જેમાં વર્ષ 2020-21માં આ સંખ્યા વધીને 44 હજાર 664, વર્ષ 2021-22માં 1 લાખ 14 હજાર 567,વર્ષ 2022-23માં 1 લાખ 70 હજાર થઈ અને વર્ષ 2023-24 (માર્ચ-2024 સુધીમાં) આ સંખ્યા વધીને કુલ 2 લાખ 37 હજાર 12 થઈ ગઈ છે. આ તમામ દીકરીઓને રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ ધોરણ 1, ધોરણ 9માં પ્રવેશ માટે અને 18 વર્ષની ઉંમર પછી ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન પ્રસંગે આર્થિક સહાય મળશે.

મહત્તમ 3 બાળકો માટે જ લાભ મળશે
Govt. of Gujarat દ્વારા ‘વહાલી દીકરી યોજના’ દ્વારા, રાજ્ય સરકાર 2 લાખ રૂપિયા કે તેથી ઓછી વાર્ષિક આવક ધરાવતા ગરીબ પરિવારોની દીકરીઓને શિક્ષણ અને લગ્ન માટે મદદ કરે છે,