Benefits of Drum Stick: સરગવાનાં મૂળથી લઈને એનાં પાન અને એનાં ફળો પણ ફાયદાકારક છે. આયુર્વેદ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સરગવાની દાંડીઓ (Benefits of Drum Stick), પાંદડાં, છાલ, ફૂલો, ફળો અને અન્ય ઘણા ભાગોનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે. સરગવો 300થી વધુ રોગોની દવા છે.
ફળ, ફૂલ અને પાન ગુણકારી
સ્વાદ અને પોષણથી ભરપૂર સરગવો માત્ર હેલ્ધી ફૂડ નથી, પરંતુ એનાં ફૂલો, પાંદડાં અને ફળો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સરગવાનું જો નિયમિત સેવન કરવામાં આવે તો વ્યક્તિ હંમેશાં ફિટ અને યુવાન રહી શકે છે. ઔષધીય ગુણોથી ભરપૂર આ શાકભાજીનો ઉપયોગ વિવિધ રોગોની સારવાર માટે થાય છે. સરગવામાં એન્ટીફંગલ, એન્ટીવાઈરસ, એન્ટીડિપ્રેસન્ટ અને એન્ટીઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. સરગવામાં પોટેશિયમ, ઝિંક, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, ફોસ્ફરસ અને ઝિંક જેવાં ઘણાં પોષકતત્ત્વો હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે.
સરગવાને ડાયટમાં સામેલ કરો
સરગવાનાં ફળો અને પાન ત્રણ અલગ અલગ રીતે વાપરી શકાય છે. પાંદડાંને કાચાં, પાઉડર અથવા રસના રૂપમાં ખાઈ શકાય છે. સરગવાનાં પાનને પાણીમાં ઉકાળીને એમાં મધ અને લીંબુ ભેળવીને પી શકાય છે. સરગવાનાં પાનનો ઉપયોગ સૂપ અને કરીમાં કરી શકાય છે. દર્દીઓને દરરોજ 2 ગ્રામ સરગવાનો યોગ્ય ડોઝ ડૉક્ટરની સલાહથી લેવો જોઈએ. ઔષધીય ગુણોથી ભરપૂર સરગવો બ્લડશુગર લેવલને કંટ્રોલ કરે છે. ડાયાબિટીસના દર્દીએ દરરોજ સરગવોનું સેવન કરવું જોઈએ.
સરગવો અમૃત છે
આયુર્વેદમાં સરગવાને અમૃત સમાન માનવામાં આવે છે. એ 300થી વધુ રોગોની દવા માનવામાં આવે છે. એનાં પાંદડાં અને ફળ બંનેનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પ્લેક્સ સરગવાની શીંગો, લીલાં પાંદડા અને સૂકાં પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સરગવાનાં પાંદડાંમાં વિટામિન-સી હોય છે, જે બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. એ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. દક્ષિણ ભારતમાં સરગવાનો ઘણો ઉપયોગ થાય છે.
સરગવો ખાવાના છે અઢળક ફાયદા
રોગપ્રતિકારક શક્તિ વધે છે
પથરી બહાર કાઢે છે
કોલેસ્ટેરોલ ઓછું કરે છે
બ્લડપ્રેશર સામાન્ય રાખે છે
પાચન સુધારે છે
દાંતને પોલાણથી બચાવે છે
પેટના કીડાઓથી છુટકારો મળે છે
સાયટિકા, આર્થરાઇટિસમાં ફાયદાકારક
પેટની સમસ્યામાં રાહત મળે છે
લિવરને સ્વસ્થ રાખવામાં અસરકારક
સરગવાનાં ફૂલના છે ફાયદા
સરગવાનાં ફૂલોમાં પ્રોટીન અને ઘણાં પ્રકારનાં વિટામિન્સ અને પોષકતત્ત્વો હોય છે.
સ્ત્રીઓમાં યુરિન ઈન્ફેક્શનની સમસ્યા સામાન્ય છે. એને દૂર કરવા માટે સરગવાનાં ફૂલોની ચા બનાવીને પીવી જોઈએ.
બ્રેસ્ટફીડિંગ કરાવતી મહિલાઓએ સરગવાના ફૂલ સૂકવીને અથવા એનો ઉકાળો બનાવીને પીવું જોઈએ.
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયટમાં શાક, ચા અથવા કોઈપણ રીતે સરગવાનાં ફૂલનો ઉપયોગ કરો.
સરગવાનાં ફૂલો વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
સરગવાનાં ફૂલોના સેવનથી વાળ ખરતા અટકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App