today Indian stock market: અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ 127.20 પોઈન્ટ અથવા ૦.15 ટકા ઘટીને 82,224,14 પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 17.30 પોઈન્ટ એટલે કે 0.08 ટકાના વધારા સાથે 25,24.30 ના સ્તરે ટ્રેડ ( today Indian stock market) કરી રહ્યો હતો. જોકે, બાદમાં નિફ્ટી 25 હજારની નીચે ગયો.
ગયા અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે એટલે કે શુક્રવારે સ્થાનિક બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ૩૦ શેરો વાળા સેન્સેક્સ 2૦૦.15 પોઈન્ટ અથવા 0.24 ટકા ઘટીને 82,33,0,59 પર બંધ થયા. એ જ રીતે, નિફ્ટી પણ 42.30 પોઈન્ટ અથવા 0.17 ટકા ઘટીને 25,019.80 પર બંધ થયો છે.
FPIનો વિશ્વાસ અકબંધ છે
અહીં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) ભારતીય શેરબજારમાં વિશ્વાસ રાખે છે. અનુકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓ અને મજબૂત સ્થાનિક ફંડામેન્ટલ્સ વચ્ચે, આ મહિને અત્યાર સુધીમાં FPI એ ભારતીય શેરબજારમાં રૂ. 18,620 કરોડનું રોકાણ કર્યું છે. એપ્રિલની શરૂઆતમાં, તેમણે શેરમાં રૂ. 4,223કરોડનું રોકાણ કર્યું હતું. ત્રણ મહિના પછી ભારતીય શેરમાં આ તેમનું પહેલું ચોખ્ખું રોકાણ હતું.
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ માર્ચમાં શેરમાંથી રૂ. 3,973 કરોડ, ફેબ્રુઆરીમાં રૂ. 34,574 કરોડ અને જાન્યુઆરીમાં રૂ. 78 07 કરોડ પાછા ખેંચી લીધા હતા. જિયોજિત ઇન્વેસ્ટમેન્ટના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે ભારતીય બજારમાં FPI ખરીદી ચાલુ રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં, મોટી કંપનીઓના શેર મજબૂત રહેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App