ગુજરાતમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાની શક્યતા, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Meteorological Department forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાય તેવી શક્યતા છે. તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાઈ શકે છે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી (Meteorological Department forecast) આસપાસ રહે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ભેજવાળા અને ગરમ પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. 3 દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટાડાનું પણ અનુમાન કરવામાં આવી છે.

કમોસમી વરસાદની આગાહી
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલેની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચના બીજા સપ્તાહમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતામાં વધારો થશે.

28 ફેબ્રુઆરી સુધી અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. માર્ચ મહિનાની શરૂઆતમાં પણ માવઠું પડી શકે છે.7થી 10 માર્ચ દરમિયાન ફરીવાર એક વાર કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

આજથી બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે
ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. આજથી બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે.

લઘુત્તમ તાપમાનમાં વધારે પરિવર્તન નહીં થાય એટલે આગામી પાંચ દિવસ સુધી તાપમાન યથાવત્ રહેશે. જ્યારે મહત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે જે બાદ ફરીથી બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે.