કળિયુગમાં હાજરા હજુર છે હનુમાનજી! અહીં તમને થશે સાક્ષાત દર્શન, જાણો રસપ્રદ વાત

HanumanJi: સત્યયુગ અને રામાયણ કાળના શ્રી રામના સૌથી મોટા ભક્ત હનુમાનજી આજે પણ પૃથ્વી પર હાજર છે. સાત ચિરંજીવીઓમાંથી એક હનુમાનજી પણ છે. જે સત્યયુગથી લઈને કળિયુગના અંત સુધી પૃથ્વી પર રહેશે. હનુમાનજીને કળિયુગના દેવતા તરીકે વર્ણવવામાં આવ્યા છે. માતા સીતાએ હનુમાનજીને અમરત્વની ભેટ આપી હતી, તેથી જ હનુમાનજી આજે પણ કળિયુગમાં(HanumanJi) રહે છે.

પંરતુ પ્રશ્ન એ થાય છે કે હાલમાં હનુમાનજી ક્યા છે? અને કેવી રીતે તેઓ તેમના ભક્તોની રક્ષા કરે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે પૃથ્વીના ક્યા ખૂણે હનુમાનજી નિવાસ કરે છે અને તેમના ભક્તોની રક્ષા કરે છે. કળિયુગમાં હનુમાનજીના નિવાસને લઈને ઘણી માન્યતાઓ પ્રચલિત છે. જાણો કળિયુગમાં હનુમાનજી ક્યાં રહે છે અને તેમના ભક્તોની રક્ષા કરે છે.

હનુમાનજીને કળિયુગની રક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી, તેથી જ તેઓ આજે પણ પૃથ્વી પર નિવાસ કરે છે. શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે હનુમાનજી આજે પણ ગંધમાદન પર્વત પર નિવાસ કરે છે. કૈલાસની ઉત્તરે ગંધમાદન પર્વત આવેલો છે. મહાભારત કાળમાં જ્યારે ભીમ સહસ્ત્રદળ લેવા માટે ગંધમાદન પર્વત પર પહોંચ્યા ત્યારે હનુમાનજીએ તેમનો રસ્તો રોકી દીધો હતો. આ પર્વત સુધી કોઈ પહોંચી શકતું નથી.

અન્ય એક  પૌરાણિક કથા અનુસાર, હનુમાનજી કિષ્કિંધાના અંજની પર્વત પર નિવાસ કરે છે. આ પર્વત પર માતા અંજનીએ સંતાન પ્રાપ્તિ માટે તપસ્યા કરી, ત્યારબાદ તેમને પુત્રના રૂપમાં હનુમાનજી પ્રાપ્ત થયા. ભગવાન શ્રી રામ અને હનુમાનજીનું મિલન પણ કિષ્કિંધા અંજની પર્વત પર થયું હતું.

એટલા માટે જો માન્યતાઓનું માનીએ તો હનુમાનજી આજે પણ આ પર્વત પર રહે છે. અને આજે પણ તેમના અને શ્રી રામના ભક્તોની રક્ષા કરે છે. અગર જો સાચા દિલથી હનુમાનજીની પૂજા કરવામાં આવે તો હનુમાનજી શાક્ષત ભક્તોનું કામ સફળ કરે છે.