ચેક રીટર્નના કેસમાં આરોપી કૃણાલ સવાણીને રકમ ચુકવવાની અને કેદની સજા ફટકારતી સુરત કોર્ટ

ચેક બાઉન્સના કેસમાં નામદાર કોર્ટ દ્વારા આરોપી કૃણાલ સવાણીને (Krunal Savani) નાણાની મુદ્દલ રકમ 6% વ્યાજ સાથે ચુકવવા તેમજ 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.

અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ફરિયાદી યોગેશ જાદવાણી (Yogesh Jadvani) અને મયુર ગઢીયા પાસેથી આરોપી કૃણાલ સવાણી એ મારે અત્યારે નાણાની ખુબ જરુર છે, ફેક્ટરી બનતી હોવાથી ઉછીના આપે એવુ કહી ઉછીના નાણા મેળવી કરાર કરી આપી, પ્રોમીસરી નોટ, નાણા મળ્યાની રસીદ લખી આપી તેમજ ચેક લખીને આપેલ ને કહેલ આ ચેક બેંકમાં નાખી દેજો. વિશ્વાસમાં લઈને ભોળવીને ફરિયાદી સાથે છેતરપીડીં આચરેલ પણ બન્ને ફરીયાદીઓ દ્વારા ચેકમાં લખેલ તારીખ પ્રમાણે તે તારીખે ચેક નાખતા ચેક બાઉન્સ થયેલ. જેથી ફરીયાદીઓએ આરોપી વિરુઘ્ઘ સુરત નામદાર કોર્ટમાં ફરીયાદ કરેલ. જેથી ન્યાયીક પ્રક્રીયાના અંતે ૧૫માં સિવીલ જજ એન.બી. પટેલની કોર્ટ દ્વારા આરોપી કૃણાલ સવાણીને ફરીયાદી યોગેશ જાદવાણીને ૫,૫૦,૦૦૦ મુદ્દલ રકમ સાથે ચેકની તારીખથી વાર્ષિક ૬% લેખે સાદા વ્યાજ સાથે ૬૦ દિવસમાં ચુકવવા હુકમ કર્યો છે, તેમજ આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે, વઘુમાં આરોપી ૬૦ દિવસમાં મુદ્દલ રકમ વ્યાજ સાથે ચુકવવામાં કસુરવાર ઠરે તો ૨ મહીનાની સાદી કેદનો હુકમ નામદાર કોર્ટ દ્વારા કરાવામાં આવેલ છે.

સિવીલ જજ એન.બી. પટેલની કોર્ટ દ્વારા આરોપી કૃણાલ સવાણી અન્ય ફરીયાદી મયુર ગઢીયાને ને ૨,૦૦,૦૦૦ મુદ્દલ રકમ સાથે ચેકની તારીખથી વાર્ષિક ૬% લેખે સાદા વ્યાજ સાથે ૬૦ દિવસમાં ચુકવવા હુકમ કર્યો છે, તેમજ આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે, વઘુમાં આરોપી ૬૦ દિવસમાં મુદ્દલ રકમ વ્યાજ સાથે ચુકવવામાં કસુરવાર ઠરે તો ૨ મહીનાની સાદી કેદનો હુકમ નામદાર કોર્ટ દ્વારા કરાવામાં આવેલ છે