આર્થિક સંકડામણ અથવા તો અન્ય કોઈ કારણોસર લોકો આપઘાતનું કડક પગલું ભરી લેતા હોય છે. સંગ રાજ્યમાં આવી ઘટનાઓમાં ઉત્તરોત્તર સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. કચ્છ જિલ્લામાં આવેલ અંજારમાં વકિલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ઘટનાની જાણ પોલીસને થતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મામલો હાથમાં લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મળી રહેલ જાણકારી પ્રમાણે અંજારમાં મામલતદાર કચેરીની સામે આવેલ એક કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવતા વકિલેનો પોતાની ઓફિસમાં જ મૃતદેહ મળી આવ્યો છે.
આ મામલે સૌપ્રથમ સ્થાનિકને જાણ થતા તેણે લોકોને એકત્ર કરી પોલીસને જાણ કરી હતી. હાલમાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો છે. વકીલના મળેલા મૃતદેહ પાછળ રહેલ કારણ હજુ અકબંધ રહેલું છે.
સવારે 10 વાગ્યાનાં સુમારે સ્થાનિક વ્યક્તિ દ્વારા નરેન્દ્રસિંહ જાડેજા નામના વકિલની ઓફિસની મુલાકાત લેતા આ સમયે ઓફિસ ખોલતા વકિલનો ગળેફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકે તરત જ અન્ય દુકાનદારોને જાણ કરતા વકિલની ઓફિસ બહાર એકત્ર થઈ ગયા હતા.
આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની સાથે વકીલના પરિવારને પણ જાણ કરી દેવામાં આવી છે. વકીલનો પોતાની ઓફિસમાં જ ગળેફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસને આપઘાતનો મામલો હોવાની આશંકા રહેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.