હજારો ફૂટ ઊંચે આકાશમાં ઉડતા પ્લેનમાં ગર્ભવતી મહિલાએ આપ્યો સ્વસ્થ બાળકને જન્મ 

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તમે વિમાનમાં મુસાફરી કરી રહ્યા છો અને આ સમય દરમિયાન તમે લીવર માં દુખાવો થવા લાગે, તો તમે શું કરશો. ઈન્ડિગો વિમાનમાં મુસાફરી કરતી એક સગર્ભા સ્ત્રી, જ્યારે લીવર માં દુખાવો શરૂ થઈ ત્યારે મહિલાએ વિમાનની અંદર એક બાળકને જન્મ આપ્યો. વિમાનની અંદર મહિલાઓની ડિલેવરી કરવી એટલી સરળ નહોતી. આ સમય દરમિયાન, વિમાન કર્મચારી, પાઇલટ દ્વારા મહિલા અને બાળક બંનેને કેવી રીતે સુરક્ષિત રાખવી અને હવામાં બાળકને જન્મ આપવો તે એક મોટો પડકાર હતો.

બુધવારે ઈન્ડિગો એરલાઇન્સની દિલ્હી-બેંગાલુરુ ફ્લાઇટમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. જુઓ વાયરલ થયેલા સમાચારોના ફોટા. આ વિશ્વ એ ચમત્કારોથી જ ભરેલું છે અને કોવિડના વાતાવરણની વચ્ચે લોકોએ દરેક સારા સમાચારને ખુબ સારી રીતે ઉજવવાનું શીખી ગયાં છે. તાજેતરમાં જ ઈન્ડિગોની ફ્લાઇટ દરમિયાન કંઇક એવું બન્યું કે લોકોને ખુશીની ઉજવણી માટે વિશેષ બહાનું મળી ગયું.તમે પણ આ વાયરલ થયેલા સમાચાર વાંચીને આ ખુશીમાં જોડાઇ શકો છો.

વિમાનમાં થયો બાળક જન્મ:
ધવારે ઈન્ડિગો એરલાઇન્સની દિલ્હી-બેંગાલુરુ ફ્લાઇટમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.ઈન્ડિગો એરલાઇન્સએ પુષ્ટિ આપી છે કે દિલ્હીથી બેંગલોરની ફ્લાઇટ 6E122 ની ફ્લાઇટમાં એક બાળકનો જન્મ થયો હતો.ગઈકાલે સાંજે 7.30 વાગ્યે વિમાન ફ્લાઇટ બેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યું હતું.એરપોર્ટ પર પહોંચતા જ એક વિશેષ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને માતા અને બાળકને સુરક્ષીત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.વર્તમાન માહિતી અનુસાર આ ક્ષણે માતા અને બાળક બંને સ્વસ્થ છે.

નિવૃત્ત એરફોર્સના કેપ્ટન ક્રિસ્ટોફરએ બાળક અને મહિલાના કેટલાક ફોટા અને વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યા છે. ટ્વિટમાં તેણે જણાવ્યું કે બાળકનો જન્મ બુધવારે સાંજે 6.10 વાગ્યે થયો હતો.ફ્લાઈટ સાંજે 7.40 વાગ્યે બેંગ્લોર એરપોર્ટ પર આવી હતી.એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઇટના સ્ટાફે મહિલા અને બાળકનું ખુબ સારું સ્વાગત કર્યું હતું અને તેમને શુભકામનાઓં પણ આપી હતી. પ્રસુતિ દરમિયાન ફ્લાઇટની કામગીરી સામાન્ય હતી. એરલાઇન્સના નિયમો અનુસાર બાળકને આજીવન મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે. જો કે, હજી સુધી અધિકરિઓએ આ વિષય પર કોઈ માહિતી આપી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *