પ્રેમમાં પાગલ આ ગામની મહિલા સરપંચ, પતિ અને બે બાળકોને નોંધારા મૂકી પ્રેમી સાથે ભાગી ગઈ

બિહાર(Bihar)ના સીતામઢી(Sitamarhi)માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગામની સરપંચ(Sarpanch) તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. ગામના લોકો એ વાતથી નારાજ છે કે તેઓ જેને ગામના વિકાસ માટે ચૂંટણીમાં જીતાડ્યા હતા તે મહિલા પ્રેમમાં પડીને ગામ છોડીને જતી રહી છે.

પ્રેમી સાથે મહિલા ભાગી જતા મચ્યો હડકંપ:
તમને જણાવી દઈએ કે, જે મહિલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે તે બે બાળકોની માતા છે. તે તેના પતિ અને બાળકોને છોડીને તેના પ્રેમી સાથે ચાલી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ ગામમાં ચકચાર મચી ગઈ હતી. જણાવી દઈએ કે, પ્રેમી સાથે ઘર છોડીને ભાગી જનાર મહિલા સરપંચનું નામ રેખા દેવી છે. હવે રેખા દેવીને મત આપીને જીતેલા ગામના લોકો છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે.

હજુ બંનેનો કોઈ પતો મળ્યો નથી:
નોંધનીય છે કે આ મામલો સીતામઢી જિલ્લાના કન્હૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના ખાપ ખોપરાહા ગામનો છે. રેખા દેવી ખાપ ખોપરાહા ગામની સરપંચ છે. સરપંચ તેના પ્રેમી સાથે ક્યાં ગઈ તે હજુ સુધી જાણી શકાયું નથી?

મહિલા સરપંચ જવાથી પતિ પરેશાન:
સરપંચ રેખા દેવીના ઘર છોડ્યા બાદ તેના પતિ ખૂબ જ પરેશાન છે. તેણે કાન્હોલી પોલીસ સ્ટેશનમાં જઈને અપહરણનો કેસ નોંધાવ્યો છે. કેસ નોંધ્યા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. સરપંચ અને તેના પ્રેમીની શોધ ચાલુ છે. સરપંચના પતિને કેટલાક લોકો પર શંકા છે. તેણે પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં તેનું નામ નોંધાવ્યું છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *