ડુમસ રોડ પર આવેલા રાહુલ રાજ મોલમાં ચાલતા સ્પા પૈકીના ઘણા ઠેકાણે સેક્સ રેકેટ ચાલતું હોવાની વાત હવે અજાણી નથી. પોલીસ રેડમાં વારંવાર આ વાત જાહેર થઈ ચૂકી છે. કરજણની સગીરા પાસે દેહવ્યાપાર કરાવવાનો ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલો ગુનો અહીં કેવા પ્રકારે અને કઈ રીતે શોષણ થાય છે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. લોકલ પોલીસ ઉપરાંત પીસીબી, એસ.ઓ.જી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી થતી હોવા છતાં આ સેક્સ રેકેટ યથાવત રહ્યું એનું કારણ દલાલો અને કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની મિલીભગત છે.
ગુરુવારની સાંજે એસઓજી દ્વારા રાહુલ રાજ મોલમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે પોલીસ મોલ માં પહોંચે તે પહેલા જ લલનાઓ પાછળના દરવાજેથી ફરાર થઈ ચૂકી હતી.
કરજણ થી ૧૫ વર્ષીય સગીરાનું અપહરણ કરી સુરતમાં સ્પા ની આડમાં દેહવ્યાપાર માટે ધકેલી દેવાની ચકચારી ઘટનાની તપાસમાં પોલીસ હજી સૂત્રધાર સુધી પહોંચી શકી નથી. આ કેસમાં સૌથી ગંભીર અને સંવેદનશીલ બાબત સગીર બાળકી પાસે દેહ વ્યાપાર કરવો અને તેને એક સ્પા માંથી બીજા સ્પામાં સપ્લાય કરાઈ રહી છે એ છે. આ રેકેટના મૂળ સુધી હજુ પોલીસ પહોંચી નથી. હાલમાં ગુનેગારો પોલીસની પકડથી દૂર છે.
સુરત શહેર તથા આસપાસના વિસ્તારમાં સ્પાની આડમાં સેકસ રેકેટ સુનિયોજીત રીતે ચલાવવામાં આવી રહ્યું છે. સ્પા સંચાલકો વચ્ચે વિવાદ ન થાય તેની તકેદારી રાખવા પોલીસનું દબાણ વધે ત્યારે રાહત કરી આપવાનું કામ રીંગ માસ્ટર સંજય પાટોડી કરી રહ્યો છે.હાઈ ફાઈ મોલમાં પોતે પણ સ્પા ચલાવતો આ સંજય પોલીસ અધિકારીઓ સાથેની સાંઠગાંઠને કારણે સંચાલકોમાં વર્ચસ્વ ધરાવે છે.
સ્પા સંચાલકોના પોલીસ ખાતામાં કેટલા પૈસા છે એના દાખલારૂપ વધુ એક ઘટના ગુરુવારે સાંજે જોવા મળી હતી. એસઓજી દ્વારા બાકી બાતમીના આધારે રાહુલ રાજ મોલ ના એક પાના દરોડા નું આયોજન કરાયું હતું.જોકે પોલીસ પહોંચે તે પહેલા જ બાતમી સ્પાના સંચાલકોને મળી ગઈ હોવાને કારણે તેઓએ શટર પાડી તાળા મારી ફરાર થઈ ગયા હતા. અને ત્યાં કામ કરતી છોકરીઓ પણ પાછલા દરવાજેથી બહાર નીકળી ગઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews