જૂનાગઢ જીલ્લામાં લાલઢોરીની કિંમતી સરકારી જમીન પચાવી પાડવા વિશે મોરારીબાપુ સહીતનાં જવાબદારો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધવા પોરબંદરનાં એડવોકેટ તેમજ RTI એક્ટીવીસ્ટે જુનાગઢ કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવે છે
પોરબંદર તાલુકાનાં એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં કહ્યું છે કે, જૂનાગઢ ખેતી યુનિવર્સિટી હસ્તકની ભવનાથ લાલઢોરી ખાતેની આ જગ્યા વાનસ્પતિક વિવિધતા, આંબાની અલગ અલગ જાતોની જાળવણી અને વૃક્ષોની જાળવણી અને બોટાનીકલ ગાર્ડન અને સંશોધનકારો અને વિદ્યાર્થીઓનાં અભ્યાસ માટે લાલઢોરીમાં 12-60-36 હેક્ટર જમીન સર્વે નંબર-25/1 આવેલી છે.
આ જગ્યામાં વર્ષોથી મોરારીબાપુ અને રાજકોટ જિલ્લાનાં અતુલ ચાંદ્રા ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી જે. જે. ચાંદ્રા દ્વારા ગેરકાયદે કબ્જો કરી ગેરકાયદે બાંધકામ પણ કરવામાં આવ્યું છે. અત્યારે કથાકાર અને તેમનાં સેવકો કાયમી તેમનાં મહેમાનો માટે ગેસ્ટહાઉસ તરીકે ઉપયોગ કરે છે. એમાં સાધન કુટિર માટેની બે રૂમ, રસોડુ, અટેચ બાથરૂમ વગેરેનું દબાણ હોવાનો આરોપ લગાવ્યો છે.
અતુલ ચાંદ્રા ચેરીટેબલ ટ્રસ્ટએ તારીખ 5/7/2004 નાં દિવસે એક પત્રથી કૃષિ યુનિવર્સિટી-જૂનાગઢ પાસે લાલઢોરી જગ્યામાં સાધના કુટિર બનાવવા માટેની મંજુરી માંગવામાં આવી હતી.એમાં ટેમ્પરરી ફેલ્ડીંગ પ્રી કાસ્ટનાં રૂમોની મંજુરી માંગી હતી પણ અત્યારે તેનાં દ્વારા બાંધકામ કરાયુ છે. આ રૂમોનો ઉપયોગ સેવકો, ગેસ્ટ હાઉસ તરીકે કરી રહ્યા છે , આ જગ્યા કૃષિ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ માટે છે તેમ છતાં પણ ત્યાં વિદ્યાર્થીઓને જવા ઉપર પ્રતિબંધ છે. ત્યાં કોઈ સંશોધન કાર્ય કરવામાં આવ્યું નથી.
અત્યારે ત્યાં બધો કબ્જો મોરારીબાપુ પાસે છે અને સરકારમાં મોટું પીઠબળ ધરાવતા હોવાનાં લીધે ગેરકાયદે કબ્જો ખાલી કરતા ન હોવાથી તો કલેકટરે કાર્યવાહી કરશે નહિ તો કોર્ટમાં જવાની ચીમકી પણ આપી છે. આ વિશે જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીએ કહ્યું હતુ કે, હાલ તેમના સુધી આવી કોઈ રજૂઆત આવી નથી. રજૂઆત આવે એટલે તપાસ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle