Lata Mangeshkar ના સદાબહાર ગીતો, જેમણે દીદીને હંમેશા માટે અમર બનાવી દીધા

હાલ લતાજી (Lata Mangeshkar) ના નિધન થી સમગ્ર દેશવાસીઓમાં શોક ભર્યું વાતાવણ છવાયું છે. પરંતુ તે તેમના ગાયન માટે હમેશા યાદ રહેશે. જો બોલિવૂડ ઈન્ડસ્ટ્રી (Bollywood Industry) માં સિંગિંગની વાત કરીએ તો Lata Mangeshkar સ્વર કોકિલાથી મોટું કોઈ નામ નહિ આવે.

Lata Mangeshkar એ પોતાના સુરીલા અવાજથી ભારતીય સંગીતને વિશ્વભરમાં પ્રખ્યાત કર્યું છે. તેણે 40ના દાયકામાં ગાવાનું શરૂ કર્યું હતું. અને 2010 સુધી તેણે બોલિવૂડમાં ગીતો ગાયા. એટલે કે Lata Mangeshkar એ 70 વર્ષ સુધી બોલિવૂડમાં ગાયન કર્યું અને ન જાણે કેટલા સુંદર ગીતો લોકોને આપ્યા. તો આ Lata Mangeshkar ના 20 સુપરહિટ ગીતોની એક ઝલક જોઈએ.

1. લગ જા ગલે-
Lata Mangeshkar નું આ ગીત નવી પેઢીમાં સૌથી વધુ લોકપ્રિય છે. ચાહકો તેમના આ ગીતને સાંભળવાનું પસંદ કરે છે અને તેને ગાવાનો પ્રયાસ પણ કરે છે.

2. મેરા સાયા સાથ હોગા-
Lata Mangeshkar ના આ ગીતને ચાહકોનો પણ ઘણો પ્રેમ મળ્યો છે. સુનીલ દત્તની ફિલ્મ સાયાનું આ ગીત આજે પણ ખુબ તાજું લાગે છે.

3. એ મેરે વતન કે લોગો
અય મેરે વતન કે લોગોંનું ગીત એક અલગ ઈતિહાસ ધરાવે છે. જ્યારે Lata Mangeshkar એ પંડિત જવાહરલાલ નેહરુ સામે આ ગીત રજૂ કર્યું ત્યારે પંડિતજીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આ ગીત સાથે કરોડો દેશવાસીઓની ભાવનાઓ જોડાયેલી છે.

4. યારા સિલી સિલી
ગુલઝાર સાહેબે લખેલું આ ગીત લતા દીએ સુંદર રીતે ગાયું હતું.

આ ઉપરાંત પણ દીદીના ઘણા ગીતોએ વિશ્વભરમાં થયા લોકપ્રિય
શીશા હો ય દિલ હો, જાને કયો લોગ મહોબ્બત, દિલ તો પાગલ હે, દો પલ રૂકા ખ્વાબો કા કરવાં, બાહો મેં ચાલે આવો, જાને ક્યાં બાત હે, ઇસ મોડ સે જાતે હે, પરદેસીયા યે સચ હે પિયા, કભી ખુશી કભી ગમ, મેં તો કબસે ખડી ઉસ પાર, મેરી આવાઝ હી પહેચાન હે… આ રીતે લતાજીએ ખુબ જ સુંદર ગીતો ગાઇને લોકોના દિલમાં અલગ જ જગ્યા બનાવેલી છે. તેઓ તેમના સિંગિંગ માટે હમેશા અમર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *